________________
અધ્યાત્મયોગનો એક પ્રયોગ છે – બીજી વ્યક્તિ ગમે તેટલા ખરાબ વિચારવાળી હોય, ગમે તેટલી ક્રોધી કે અહંકારી હોય પરંતુ જો કોઈ યોગી શિથિલીકરણ કરીને મૈત્રીની ભાવનાનું સંપ્રેષણ કરે, કિરણોનું વિકિરણ કરે તો તેનું હૃદય પરિવર્તન પામે છે. બુદ્ધના શિષ્ય આનંદે એવું જ કર્યું હતું. લોકોએ આનંદને વિનંતી કરી કે આપણો રાજા ખૂબ ક્રૂર છે, પ્રજાને ખૂબ પજવે છે. આપ તેને સમજાવો. આનંદે અધ્યાત્મનો પ્રયોગ કર્યો. તે પૂર્વ દિશામાં મુખ રાખીને ઊભો રહ્યો. ધ્યાનમાં લીન બન્યો અને પછી વિચારોનું એવું સંપ્રેષણ કર્યું કે જેનાથી રાજાનું હૃદય બદલાઈ જાય. ત્યાર પછી ક્રમશઃ પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં અવસ્થિત થઈને ધ્યાન ધર્યું. શક્તિ એકત્ર કરી, ભાવના દ્વારા ભાવિત વિચારોને સંપ્રેષિત કર્યાં. તે વિચારોએ રાજાના હૃદયનો સ્પર્શ કર્યો. રાજાનું ચરિત્ર બદલાઈ ગયું. તે કરૂણાશીલ અને સંવેદનશીલ બની ગયો, પ્રજા માટે હિતકારી અને સુખકારી બની ગયો.
આ કથન અત્યંત મહત્ત્વપૂર્ણ છે – જે વ્યક્તિ બીજાઓના હૃદયને બદલી શકે, તેનામાં મૈત્રીનો પ્રવાહ પ્રવાહિત કરી શકે, એ જ ત્રણે લોકનો સ્વામી બની શકે છે. એનું તાત્પર્ય છે – મૈત્રીનો પ્રયોગ કરનાર ત્રણેય લોકનો સ્વામી બની શકે છે. શત્રુતાનો ભાવ રાખનાર ક્યારેય ત્રણે લોકનો સ્વામી બની શકતો નથી. આચાર્ય માનતુંગે ત્રણ છત્રનું કારણ બતાવતાં કહ્યું કે આપ ત્રણ જગતના ઈશ્વર છો તેથી પ્રતીક રૂપે ત્રણ છત્ર બન્યાં. અથવા ચાર અથવા પાંચ પણ બની જાત. ત્રણેય જગતના સ્વામિત્વને બતાવવા માટે જ ‘છત્રત્રયં’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ રીતે છત્રાતિશયની મીમાંસા કરતાં માનતુંગસૂરિએ ભક્તામરનું એકત્રીસમું પદ રચી દીધું -
છત્રત્રયં તવ વિભાતિ શશાંકકાન્ત - મુઐસ્થિત સ્થગિતભાનુકરપ્રતાપમ્ । મુક્તાફલપ્રકરજાલવિવૃદ્ઘશોભમ્, પ્રખ્યાપયત ત્રિજગતઃ પરમેશ્વરત્વમ્ II
તીર્થંકરનો એક અતિશય એ છે કે તેઓ જ્યારે ચાલે છે ત્યારે તેમના પગ નીચે કમળ રચાઈ જાય છે. એમ માનવામાં આવે છે કે દેવતાઓ તીર્થંકરના પગ નીચે કમળ રચી દે છે. માનતુંગ એ જ અતિશયનો ઉલ્લેખ કરતાં કહે છે કે જ્યારે આપ ચાલો છો ત્યારે નવ સુવર્ણ કમળ ઉન્નિદ્ર વિકસ્વર બની જાય છે. જ્યારે વ્યક્તિ સૂઈ જાય ત્યારે તેની આંખોની પાંપણ સંકોચાઈ જાય છે. જ્યારે વ્યક્તિ જાગે છે, તેની આંખોની પાંપણો ઉન્નિદ્ર વિશ્ર્વર બની જાય છે. નિદ્રા અને જાગરણનું લક્ષણ એ જ છે. જ્યારે આંખોની પાંપણો સંકોચાઈ જાય છે ત્યારે વ્યક્તિને નિદ્રા ઘેરી લે છે. જ્યારે આંખોની પાંપણો ખૂલી જાય છે ત્યારે ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ – ૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org