________________
ત્રણેયને માનસિક સ્તરે જોવાનો પ્રયત્ન આ શ્લોકના ઉચ્ચારણની સાથોસાથ થવો જોઈએ.
ઉચ્ચેરશોકતરુસંશ્રિતમુન્મયુખમાભાતિ રૂપમમલ ભવતો નિતાન્ત / સ્પષ્ટોલ્લસતકિરણમસ્તતમોવિતાન,
બિલ્બ રવેરિવ પયોધર પાર્થવતિ | નીલા રંગ સહિત ક્ષભના સાક્ષાત્કારનો આ પ્રયોગ માનસિક શાંતિનો પ્રયોગ છે, ઉત્તેજના અને આવેશના શમનનો પ્રયોગ છે.
જ્યારે આપણે સિંહાસન ઉપર આસીન ભગવાન ઋષભનું ધ્યાન ધરીએ, ત્યારે તેની સાથે સાથે બાલસૂર્યનો સાક્ષાત્કાર કરવો જોઈએ. તે અરુણ રંગનું ધ્યાન, બાળસૂર્યનું ધ્યાન આંતરિક શક્તિઓના પ્રગટીકરણનો – અંતરદૃષ્ટિના જાગરણનો પ્રયોગ છે. અરણ રંગ ર્તિ, સક્રિયતા અને જાગૃતિનો રંગ છે. તેના દ્વારા સ્કુર્તિ આવે છે, જાગરૂકતા વધે છે. સિંહાસન ઉપર આસીન ઋષભ, અરુણ કિરણોનું પ્રસ્તુટન, ઊગતો બાળસૂર્ય – ધ્યાનમાં આ બધી માનસિક કલ્પનાઓ સહિત આ શ્લોકનું ઉચ્ચારણ કરીએ –
સિંહાસને મણિમયુખશિખાવિચિત્ર, વિશ્રાજવે તવ વપુઃ કનકાવાદાતમ્ બિલ્બ વિવિલસદંશુલતાવિતાનમુ,
તુંગોદયાદ્વિશિરસીવ સહસ્રરશ્ન: // ધ્યાનના આ પ્રયોગ થકી શક્તિનો વિસ્ફોટ થશે, આંતરિક શક્તિઓનું જાગરણ થશે.
ત્રીજો પ્રયોગ છે શ્વેતવર્ણ સહિત આદિનાથ ઋષભનું ધ્યાન. ઢોળાતો ચામર, શ્વેત ચંદ્રનાં કિરણો, કુંદનાં ફૂલો અથવા મેરુ શિખર ઉપરથી પડતી જળની શ્વેતધારાની વચ્ચે આદિનાથ ઋષભનો સાક્ષાત્કાર એવી માનસિક કલ્પના સહિત પ્રસ્તુત શ્લોકનું ધીરગંભીર ધ્વનિમાં ઉચ્ચારણ કરવું જોઈએ -
કુંદાવદાતચલચામરચાશોભે, વિભાજતે તવ વપુઃ કલધૌતકાત્તમ
ઉદ્યચ્છશકશુચિનિર્જરવારિધાર,
મુચ્ચસ્તટે સુરગિરિવ શાતકૌમ્ભમ્ // આ શ્વેત રંગનું ધ્યાન આવેશ અને ઉત્તેજનાના ઉપશમનનો મહત્ત્વનો આ પ્રયોગ છે.
ભક્તામરના આ ત્રણ શ્લોક (૨૮, ૨૯, ૩૦) લેશ્યાધ્યાનના ત્રણ પ્રયોગ છે. આપણે માત્ર સ્તુતિ કરીએ, પરંતુ સ્તુતિના જે આરાધ્ય છે તેની ૧૧૮ ભકતામર : અંતસ્તલનો સ્પર્શ શકો કે દમોટી વાત વિશ્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WYN)