________________
ગુરુ બોલ્યા, “બોલ, તું શું કહેવા ઇચ્છે છે?
“માણસ મૃત્યુ શા માટે પામે છે ? હું તેનું કારણ જાણવા ઇચ્છું છું - શિષ્ય કહ્યું.
એનો સીધોસાદો ઉત્તર છે કે સમય પૂરો થયો. જ્યારે સમય પૂરો થાય છે ત્યારે માણસ મૃત્યુ પામે છે.”
એ જ વખતે શિષ્ય વસ્ત્રમાં છુપાવેલી મૂર્તિ ગુરુ સમક્ષ મૂકી દીધી અને કહ્યું, “ગુરુદેવ ! આ મૂર્તિ તૂટી ગઈ.'
“અરે, તે કેવી રીતે તૂટી ?' ગુરુદેવ ! તેનો સમય સમાપ્ત થયો.” તેનો સમય સમાપ્ત થયો ?
હા, ગુરુદેવ ! આપે હમણાં જ તો કહ્યું કે જ્યારે સમય સમાપ્ત થાય છે ત્યારે માણસ મૃત્યુ પામે છે, ઉત્પન્ન ચીજ નષ્ટ થઈ જાય છે !”
શિષ્યના એ કથન ઉપર ગુરુ મુગ્ધ થઈ ઊઠ્ઠયા. શિષ્યનું નામ હતું – બોકોજુ. ગુરુએ કહ્યું, “બોકોજુ ! મૂર્તિ તૂટી ગઈ તો કંઈ વાધો નહિ, પરંતુ તું એ વાતનું હંમેશાં ધ્યાન રાખજે, ક્યારેક તારી કોઈ પ્રિય વ્યક્તિ ચાલી જાય, ક્યારેક અત્યંત નિકટની વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે પણ તું એમ જ વિચારજે કે એનો સમય સમાપ્ત થયો, તેથી તે ચાલી ગઈ. તે સિવાય બીજું કશું જ વિચારીશ નહિ.”
બોકોજુ બોલ્યો, “ગુરુદેવ ! મારે માટે એક બોધપાઠ છે. આ મૂર્તિના તૂટી જવાથી જે બોધ મળ્યો તે હું યાદ રાખીશ, ક્યારેય નહિ ભૂલું.”
બોકો જુએ એવું જ કર્યું. જ્યારે પણ કોઈ ઘટના ઘટતી, કોઈ વસ્તુ નાશ પામતી કે કોઈ વસ્તુ ખોવાઈ જતી ત્યારે લોકોજ એમ વિચારતો કે તેનો સમય સમાપ્ત થયો તેથી તે ચાલી ગઈ. આ બોધપાઠનું પરિણામ એ આવ્યું કે, પ્રિયનો વિયોગ પણ તેને ક્યારેય દુઃખી કરી શક્યો નહિ. તે હંમેશાં એ સચ્ચાઈને જીવ્યો કે જેનો સંયોગ થયો છે તેનો વિયોગ નિશ્ચિત છે જ.
પ્રત્યેક ઘટના એક બોધપાઠ આપે છે, જો આપણે તે લેવાનું જાણીએ તો. ભક્તામરના આ ત્રણ શ્લોકોમાંથી આપણને જે બોધપાઠ મળી રહ્યો છે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આપણે આદિનાથનું નીલ, અરુણ અને શ્વેત રંગ સહિત ધ્યાન કરીએ તો અનેક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. નીલો રંગ અત્યંત શામક હોય છે, તે શાંતિ આપે છે. જે વ્યક્તિ નીલા રંગનું ધ્યાન ધરે છે તેને ટેક્વેલાઈઝર કે અન્ય કોઈ શામક ઔષધિ લેવાની જરૂર પડતી નથી. જ્યારે આપણે ભક્તામરના આ શ્લોકનું ઉચ્ચારણ કરીએ ત્યારે અશોકવૃક્ષની નીચે અવસ્થિત ભગવાન ઋષભનો સાક્ષાત્કાર કરવો જોઈએ. નીલ આભાની વચ્ચે ભગવાન ઋષભનું ધ્યાન ધરવું જોઈએ. નીલાભ અશોકવૃક્ષ, ભગવાન ઋષભ અને નીલો રંગ એ જા જા આ જૂન , , યાદ કરી કરી ન ભકતામર : અંતસ્તલનો સ્પર્શ . ૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org