________________
૧૫. ત્રણ અતિશય : ત્રણ પ્રયોગ
સ્તુતિકાર અનેક દૃષ્ટિએ પોતાના આરાધ્યની સ્તુતિ કરે છે. તે અંતર્ગત અને બાહ્યજગત બંનેને જુએ છે, બંનેની વિશેષતાઓનું આલેખન કરે છે. જૈન દર્શનમાં ઉપાદાન અને નિમિત્ત બંનેને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણે નિમિત્તોને ગૌણ ન માનવાં જોઈએ. બાહ્ય નિમિત્તો દ્વારા શરીરની સ્થિતિ બદલાય છે. એક માણસ કપડાં પહેરે છે અને ખૂબ ચાતુર્યપૂર્વક પહેરે છે તો તે સારો લાગે છે. કહેવાય છે કે વસ્ત્રવાન વ્યક્તિ સભાને જીતી લે છે. જે માણસ ઢંગપૂર્વક વસ્ત્રો પહેરતો નથી તે સારો નથી લાગતો. વસ્ત્ર અને તેના પારિપાર્થિક વાતાવરણ થકી ઘણું મોટું પરિવર્તન આવી જાય છે, શરીરની સ્થિતિ પણ પ્રભાવિત બની જાય છે.
સ્તુતિકાર પારિવાર્શ્વિક વાતાવરણના સંદર્ભમાં ઋષભના વ્યક્તિત્વનું અવગાહન કરી રહ્યા છે. તેમણે પ્રથમ જોયું કે અશોકવૃક્ષના સંશ્રયમાં ઋષભનું શરીર કેવું લાગી રહ્યું છે ? હવે માનતુંગ જુએ છે કે સિંહાસન ઉપર આસીન ઋષભનું શરીર કેવું લાગી રહ્યું છે ? સ્તુતિકારે ખૂબ સૂક્ષ્મતાપૂર્વક આદિનાથના શરીરને નિહાળી, સિંહાસનને નિહાળ્યું. સિંહાસન રત્નોથી જડિત છે, મણિઓથી વિભૂષિત છે. તે મણિઓમાંથી ચારે તરફ કિરણો પ્રફુટિત થઈ રહ્યાં છે. તે કિરણોની વચ્ચે બિરાજિત ભગવાનનું શરીર સુવર્ણ જેવું ચળકતું પ્રભાસિત થઈ રહ્યું છે. સ્વર્ણિમ શરીર, રત્ન જડિત સિંહાસન તથા મણિ-નિઃસૃત કિરણો થકી એમ લાગે છે કે જાણે અંશુ-કિરણોની એક વેલ બની ગઈ, એક માળા રચાઈ ગઈ. તે અંશુલતા ચારે તરફ ફેલાઈ રહી છે. સૂર્યનાં પ્રભાતી કિરણો ચારે તરફ પોતાની લાલીમા બિછાવી રહ્યાં છે. તે સૂર્ય ઉદયાચલના શિખર ઉપર છે. જ્યારે મર્ય ઉદયાચલના શિખર ઉપર હોય છે ત્યારે જે લાલીમા અને અરુણિમા જોવા I ળે છે તે મધ્યાહ્નના સૂર્યમાં નથી હોતી. તે સમયની અરુણિમામાં સૂર્યનું જેવું જ : કા. મારા ધારા તળ ઉંદર ભક્તામર અંતસ્તલનો સ્પર્શ ૧૧૩ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International