________________
બિંબ દેખાઈ રહ્યું છે, તેવું જ સિંહાસન ઉપર ભગવાનનું શરીર દેખાઈ રહ્યું છે. તુલના કરો - એક તરફ ઉદયાચલ શિખર, બીજી તરફ ભગવાન ઋષભનું સિંહાસન - બંને સમાન લાગી રહ્યાં છે. એક તરફ ઉદયાચલ શિખરમાંથી ચારે તરફ સૂર્યનાં કિરણો પથરાઈ રહ્યાં છે, બીજી તરફ સિંહાસનનાં મણિ-નિઃસૃત કિરણો ચારે તરફ પથરાઈ રહ્યાં છે. જેવી રીતે સૂર્યનાં સપ્તરંગી કિરણો ફેલાઈ રહ્યાં છે, તેવી જ રીતે મણિઓમાંથી વિચિત્ર પ્રકારનાં વિવિધ રંગોથી યુક્ત કિરણો નીકળી રહ્યાં છે. તે કિરણોની વચ્ચે જેવી રીતે સૂર્યનું બિંબ ચમકી રહ્યું છે, તેવી જ રીતે સિંહાસનના પ્રકાશની વચ્ચે ભગવાનનું શરીર સુવર્ણની જેમ ચમકી રહ્યું છે.
અશોકવૃક્ષ, સિંહાસન, ચામર આ પ્રાતિહાર્યે અતિશય મનાય છે. સિંહાસન કેવું હોય છે ? આ સંદર્ભમાં અનેક પ્રકારનાં ચિંતન છે. કેટલાક લોકો એમ માને છે કે દેવતાઓ સિંહાસન તૈયાર કરે છે. કેટલાક લોકોનો મત એવો છે કે ભગવાન જે શિલાપટ ઉપર બિરાજે છે, તે શિલાપટ પ્રભાસ્વર બની જાય છે. આભામંડળને કારણે તેનામાં દીપ્તિ પ્રગટે છે. સ્તુતિકારે ભગવાન ઋષભના સિંહાસનને અતિશયના રૂપમાં નિહાળ્યું છે, પ્રાતિહાર્યના રૂપમાં નિહાળ્યું છે અને તે અસ્વભાવિક પણ નથી જ. જ્યાં સિદ્ધયોગી બેસે છે ત્યાં આસપાસમાં તેના આભામંડળનાં કિરણો ફેલાઈ જાય છે. એ જુદી વાત છે કે આપણે તેમને આપણી આંખો વડે જોઈ શકીએ અથવા ન જોઈ શકીએ.
-
પૂજ્ય ગુરુદેવ દિલ્હીમાં પ્રવાસ કરી રહ્યા હતા. ચિત્તૂરથી એક ભાઈ આવ્યા તે આભામંડળ વિશે અધ્યયન કરતા હતા. કોઈ સામાન્ય માણસને આભામંડળ દેખાતું નથી, પંરતુ તે ભાઈ આભામંડળને જોઈ લેતા હતા. કઈ વ્યક્તિનું આભામંડળ કેટલું નિર્મળ અને પવિત્ર છે અથવા કેટલું મલિન અને કુરૂપ છે તેની ઓળખ તેને થઈ જતી. રાજલદેસરમાં વિદેશથી એક આભામંડળવિશેષજ્ઞ પધાર્યા હતા. તેમની પાસે એવો કેમરો હતો કે જેના દ્વારા આભામંડળનો ફોટો પાડી શકાય. તેમણે અનેક લોકોના અંગૂઠાના ફોટા લીધા અને તેના આધારે તેના વ્યક્તિત્વનું વિશ્લેષણ કર્યું.
એમ લાગે છે કે એક પ્રાતિહાર્યને પ્રતિકાત્મક રૂપ આપી દેવામાં આવ્યું હોય. તેને વૈજ્ઞાનિક શબ્દાવલીમાં વ્યાખ્યાબદ્ધ કરવું હોય તો તેમ કહી શકાય કે આભામંડળ અને તેમાંથી નીકળતાં કિરણોનો પ્રકાશ ચારે તરફ ફેલાઈ રહ્યો છે. પ્રસ્તુતીકરણનો અલગ અલગ કોણ હોય છે. ક્યાંક સ્થૂળ જગતની ચેતનાને પ્રતીકાત્મક રૂપ આપીને સૂક્ષ્મજગતની વ્યાખ્યા કરી દેવામાં આવે છે તો ક્યાંય સૂક્ષ્મ ચેતનાના સ્તરે ઘટતી ઘટનાને સ્થૂળજગતના સ્તર ઉપર પ્રસ્તુત કરી દેવામાં આવે છે ! જ્યાં સ્તુતિનો પ્રસંગ હોય ત્યાં કણને પણ મેરુ બનાવી દેવામાં ૧૧૪ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org