________________
જેનું આભામંડળ પવિત્ર હોય છે તે સુંદર હોય છે. ભલે પછી તેનાં રંગરૂપ સુંદર ન હોય. એવી વ્યક્તિની પાસે બેસવાથી પ્રસન્નતા અને આનંદની અનુભૂતિ થાય છે. આકર્ષણ અને વિકર્ષણનું કારણ આભામંડળ છે. જેનું આભામંડળ મલિન હોય છે તેની પાસે બેસવાથી બેચેની અને ઉદાસીની સ્થિતિ બની જાય છે. જેનું આભામંડળ પવિત્ર હોય છે તેની પાસે બેસવાથી આત્મસંતોષ અને શાંતિની અનુભૂતિ થાય છે. પવિત્ર આભામંડળમાંથી પ્રસ્ફુટિત થતાં કિરણો દ્વારા વાતાવરણમાં શાંતિ પ્રસરી જાય છે.
પૂજ્ય ગુરુદેવ દિલ્હીમાં બિરાજમાન હતા. એક ડૉક્ટરે કહ્યું, ‘પૂજતુ ગુરુદેવની ઉપાસનામાં દરરોજ સેંકડો બહેનો બેસી રહે છે. ગુરુદેવ તેમની સાથે એક શબ્દ પણ કદાચ બોલી નથી શકતા, છતાં તેઓ કલાકો સુધી અનિમેષ નયને ગુરુદેવને જોયા કરે છે. તેમનું મન ક્યારેય ભરાતું નથી. ગુરુદેવની ઉપાસનાનો લોભ તૂટતો નથી. તેનું કારણ શું છે ? કોણ આકર્ષે છે તેમને ? મેં કહ્યું કે એનું કારણ બને છે આભામંડળ. પવિત્ર આભામંડળની સામે વ્યક્તિ જાય છે ત્યારે તે શાંતિથી આપ્લાવિત બની જાય છે. અનેક લોકો એમ કહે છે કે અમે ગુરુદેવ પાસે ઘણા બધો પ્રશ્નો લઈને જઈએ છીએ, મનમાં ફરિયાદો પણ હોય છે, આલોચનાનો ભાવ પણ હોય છે, પરંતુ ગુરુદેવની સામે જઈએ છીએ કે તરત જ તમામ પ્રશ્નો સમાપ્ત થઈ જાય છે. ફરિયાદો દૂર થઈ જાય છે. શું કહેવાનું છે અને શું પૂછવાનું એ બધું વિસરી જવાય છે.’
આવું કેમ થાય છે ? આ કોનો પ્રભાવ છે ? આ આભામંડળનો પ્રભાવ છે. માનતુંગસૂરિએ ભગવાનના સૌંદર્યની ચર્ચા નથી કરી. તેમણે ઋષભના શરીરના સૌંદર્યની ચર્ચા કરી છે અને તે ચર્ચા ભામંડળ તથા આભામંડળની પવિત્રતાના આધારે કરી છે. જ્યાં આભામંડળ અને ભામંડળની પવિત્રતા હોય છે ત્યાં બધું જ બરાબર થઈ રહે છે.
પૌરાણિક કથા છે એક વખત ઈન્દ્રના મનમાં કુતૂહલ પેદા થયું. કુતૂહલ સૌના મનમાં જાગે છે. ભલે પછી કોઈ દેવતા હોય કે માણસ હોય કોઈ પણ વ્યક્તિ કુતૂહલથી મુક્ત નથી હોતી. જ્યાં સુધી માણસ વીતરાગ નથી બનતો ત્યાં સુધી તેનો કુતૂહલભાવ નષ્ટ નથી થતો. ગૌતમના મનમાં પણ અનેક વખત કુતૂહલ પેદા થતું હતું. તેઓ તરત જ મહાવીર પાસે જતા અને કહેતા, હે ભગવાન ! મારા મનમાં આવો સંશય અને આવું કુતૂહલ પેદા થયું છે. આપ તેનું સમાધાન કરો. ઈન્દ્રના મનમાં પણ એક કુતૂહલ જાગ્યું. તેમણે વિચાર્યું કે મારે માણસોની પરીક્ષા કરવી જોઈએ. એ ચિંતનને ક્રિયાન્વિત કર્યું. રૂપ બદલીને તેઓ ધરતી ઉપર આવ્યા. મહાનગરના મુખ્ય બજારમાં સિદ્ધયોગી સ્વરૂપે તેઓ
. ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ = ૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org