________________
કહો એક જ વાત છે. માનતુંગે કહ્યું, “હે પ્રભુ ! આપે સમતા અને વીતરાગતાનો આશ્રય લીધો. નિર્મળતાનો આશ્રય લીધો, તમામ દોષ દૂર રહી ગયા. માત્ર સ્વચ્છતા જ શેષ રહી. મલિનતા માટે ક્યાંય કશો અવકાશ ન રહ્યો.”
પોતાની આ ભાવના અને કલ્પનાને સ્તુતિકારે આ શ્લોકમાં સમાવી દીધી –
કો વિસ્મયોડત્ર યદિ નામ ગુૌરશેષે સ્વ સંશ્રિતો નિરવકાશયા મુનીશ ! દોÈરુપાત્તવિવિધાશ્રયજાગતગર્વે,
સ્વમાન્તરડપિ ન કદાચિદપીક્ષિતોઅસિ / આ શ્લોકનું તાત્પર્ય છે – આપ વીતરાગ બની ગયા. તેથી તમામ દોષ સમાપ્ત થઈ ગયા. જ્યાં જ્યાં રાગ છે ત્યાં ત્યાં દોષોએ પોતાનો અડ્ડો જમાવી દીધો. જે લોકોના દાંતમાં નાનકડું છિદ્ર હોય છે તે લોકો આવો અનુભવ કરે છે - જે કોઈ પદાર્થ ખાવામાં આવે છે તેનો કેટલોક ભાગ તે છિદ્રમાં ભરાઈ જાય છે. ટામેટા, અમરુદ વગેરેનાં બીજ તો પીડાનું કારણ બની જાય છે. બે દાંતની વચ્ચે જે જગા હોય છે ત્યાં અનાજના નાનકડા કણ સમાઈ જાય છે. એવી જ સ્થિતિ દોષોની છે. જ્યાં અવકાશ મળે છે ત્યાં તે પોતાની જગા બનાવી દે છે. બીજી વાત એ છે કે જ્યાં માત્ર ગુણ જ ગુણ હોય છે ત્યાં દોષોની અવજ્ઞા અને અવહેલના થાય છે તેથી તે ત્યાં જવાનું પણ ઇચ્છતા નથી. એ તો સર્વમાન્ય સિદ્ધાંત છે કે જ્યાં અવજ્ઞા થતી હોય, પક્ષપાત થતો હોય, હીનતાની ભાવના હોય ત્યાં રહેવાનું કોઈ પસંદ કરતું નથી.
બે ભાઈ સાથે રહેતા હતા. એક ભાઈ ખેતરમાં ખેતીનું કામ કરતો હતો. બીજો ભાઈ દુકાને બેસતો હતો. તે દુકાનથી આવતી વખતે બજારમાંથી કંઈક મીઠાઈ વગેરે લાવતો અને બંનેના પુત્રોને ખવડાવતો. જે ભાઈ ખેતી કરતો હતો તે એ જોઈને ખુશ થતો કે મારો ભાઈ કેવો સારો છે, કેવો તટસ્થ છે કે જે પોતાના ભાઈના પુત્રને પણ પોતાના જ પુત્રની જેમ પ્રેમ આપે છે ! ક્યાંય કશો પક્ષપાત કરતો નથી ! બંને ભાઈઓના આ સુખી પરિવારને જોઈને લોકો ઈર્ષ્યા કરતા. કેટલાક લોકોએ નાના ભાઈને કહ્યું કે તું આખો દિવસ મહેનત કરે છે, ખેતરમાં રહે છે, હળ જોડવું – ખાતર નાખવું વગેરે કેવાં શ્રમસાધ્ય કાર્યો તું કરે છે !જ્યારે તારો મોટો ભાઈ તો દુકાનમાં આખો દિવસ બેસી રહે છે. આરામનું જીવન વિતાવે છે. તું એક કામ કર. જમીન અને દુકાનના ભાગ પડાવી દે. તેણે પોતે હળ જોડવું પડશે. નાના ભાઈએ હસીને જવાબ આપ્યો, ‘તમારી સલાહ તો ઠીક છે, પરંતુ હજી સુધી વહેંચણીનો સમય આવ્યો નથી.”
" ફી : ::કરશો . . . ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org