________________
માનવા માટે હું તૈયાર નથી. હું તો આપને શંકર માનું છું. કારણ કે આપ ક્યારેય સંહારકરતા નથી. નિરંતર કલ્યાણ જ કલ્યાણ કરો છો.
એક પૌરાણિક દેવતા છે ધાતા-બ્રહ્મા. તે સૃષ્ટિના કર્તા મનાય છે. શિવ સૃષ્ટિના સંહર્તા છે અને બ્રહ્મા સૃષ્ટિના કર્તા છે. માનતુંગે કહ્યું - આપ બ્રહ્મા છો, ધાતા છો. આપે મોક્ષમાર્ગનું વિધાન કર્યું છે. જ્ઞાન, દર્શન અને ચરિત્ર મોક્ષના માર્ગ છે. આ માર્ગનું વિધાન કરી આપે સર્જનાત્મક શક્તિ ઉત્પન્ન કરી છે. હું તે ધાતાને ધાતા નથી માનતો, જેની સાથે કોણ જાણે કેટલીય કિંવદંતિઓ જોડાયેલી છે. તે નાભિથી ઉત્પન્ન થયો છે, કે કમળમાંથી ઉત્પન્ન થયો છે ? જળાશય દ્વારા ઉત્પન્ન થયો છે ? જડતામાંથી પેદા થયો છે ? ના જાણે કેટલીય બાબતો બ્રહ્મા સાથે જોડાયેલી છે. મારી દૃષ્ટિએ ધાતા તે જ હોઈ શકે છે, જે મોક્ષમાર્ગનું વિધાન કરે છે. આપે આ વિધાન કર્યું છે માટે આપ ધાતા છો.
માનતુંગે ઋષભ માટે સંબોધનનો એક વિશેષ પ્રયોગ કર્યો - આપ પુરુષોત્તમ છો. વિષ્ણુ માટે પુરુષોત્તમ શબ્દનો પ્રયોગ થાય છે. જેનામાં બુદ્ધિનો પ્રકાશ છે, કૈવલ્યનો પ્રકાશ છે, જે નિરંતર સુખ અને કલ્યાણ ક૨ના૨ છે, જે મોક્ષમાર્ગનું, શાશ્વત સુખના માર્ગનું વિધાન કરનાર છે તે વાસ્તવમાં પુરુષોત્તમ છે. જે લીલા, યુદ્ધ વગેરે પ્રવૃત્તિઓમાં લીન રહે છે તે મારી દૃષ્ટિએ પુરુષોત્તમ નથી. તેથી માનતુંગ કહે છે કે આપનામાં કૈવલ્યનો પ્રકાશ છે, આપ કલ્યાણ શરીર છો, આપ મોક્ષમાર્ગના વિધાતા છો તેથી જ આપ પુરુષોત્તમ છો.
માનતુંગે પોતાની પ્રખર મેધા દ્વારા ધાર્મિક સંદર્ભમાં પ્રચલિત, પૌરાણિક નામોનો સ્વીકાર કરીને એક નવી દિશા બતાવી છે. તે દિશા દ્વારા પ્રચલિત શબ્દકોષને નવો જ અર્થ પ્રદાન કરીને જે સત્ય અને તથ્યને અભિવ્યક્તિ આપી તે ખરેખર સ્પૃહણીય છે.
સ્તુતિ-ક્રમ આગળ ધપાવતાં માનતુંગે કહ્યું - હે ભગવાન ! આપ કંઈક છો, શંક૨ છો, ધાતા અને પુરુષોત્તમ છો તેથી આપને નમસ્કાર કરવાની ઇચ્છા થઈ રહી છે. વ્યક્તિ સૌ કોઈને નમસ્કાર નથી કરતી. વ્યક્તિ ત્યારે જ નમસ્કાર કરે છે કે જ્યારે તે પોતાનાથી અધિક યશસ્વી અને તેજસ્વી પુરુષને જુએ છે. દરેકને નમસ્કાર કરવાનો કોઈ અર્થ નથી. નમસ્કાર ત્યાં જ કરો, પ્રાર્થના ત્યાં જ કરો કે જ્યાં કંઈક ઉપલબ્ધિની સંભાવના હોય. સૌ કોઈની સામે દીનતાના પ્રદર્શનનો કોઈ અર્થ નથી. એવી યાચના ન કરો. એક કવિએ ચાતકને ઉદ્દેશીને કહ્યું, ‘હે ચાતક ! હું જાણું છું કે તું ખૂબ અભિમાની છે, પરંતુ તારામાં એક ઊણપ છે અને તે એ છે કે આકાશમાં વાદળો આવે છે કે તરત જ તું બોલવા માંડે છે. જેવાં આકાશમાં વાદળો છવાય છે કે તરત જ તું દીન સ્વરે પ્રલાપ કરવાનું શરૂ
Jain Education International
n ભક્તામર અંતઃસ્તલનો સ્પર્શ – ૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org