________________
આ તમામ મંગલ અભિક્રમ એટલા માટે છે કે બાહ્ય પ્રભાવો જીવનને દૂષિત ન કરી નાખે.
માનતુંગે કહ્યું – આપ ક્ષિતિતલને શોભાવનાર એવા આભૂષણ છો કે જેની ચમક બીજાઓને પ્રભાવિત કરે છે. આભૂષણનું મહત્ત્વ પણ ખૂબ હોય છે. આજકાલ આભૂષણ અથવા ઘરેણાં પહેરવાની વાત ઓછી થતી જાય છે. પહેલાં લોકો ખૂબ ઘરણાં પહેરતા. ચક્રવર્તી પણ ઘરેણાં પહેરતા હતા. તેઓ આભૂષણનું મહત્ત્વ જાણતા હતા. આજે આભૂષણને માત્ર પરંપરા સમજી લેવામાં આવી છે. પરંતુ તે માત્ર રૂઢિ કે પરંપરા નથી. આજે અલંકારોનું શાસ્ત્રીય દૃષ્ટિએ વિવેચન થયું છે. એમ કહેવામાં આવે છે કે સ્ત્રીઓ વિછિયાં પહેરે છે, તે નિરર્થક નથી. તેનો અર્થ છે. જે સ્ત્રી વિછિયાં પહેરે છે તે ઉશૃંખલ નથી હોતી. સંભવતઃ આ જ્ઞાન ખૂબ વિકસિત હતું. કયું આભૂષણ પહેરવાથી કયો સ્નાયુ દબાય છે અને તેનાથી કઈ વૃત્તિ પ્રભાવિત થાય છે. નાકની નથણી હોય, કાનનાં કુંડળ હોય, ગળાનો હાર હોય કે પગનાં નૂપુર હોય – વૃત્તિઓ ઉપર એ તમામનો ચોક્કસ પ્રભાવ પડે છે. આભૂષણ ધારણ કરવા પાછળ કેટલાંક રહસ્યો ગર્ભિત હતાં. તે રહસ્યની જાણકારી આજે નથી, તેથી અલંકારોને રૂઢિ સમજી લેવામાં આવે છે. હકીકતમાં આભૂષણ ખૂબ જ અર્થપૂર્ણ હોય છે. તેથી કહેવામાં આવ્યું કે આપ ક્ષિતિતલના અમલ આભૂષણ છો.
નમસ્કારનું ત્રીજું કારણ એ છે કે આપ પરમેશ્વર છો, તેથી હું આપને નમસ્કાર કરું છું. ઈશ્વર શબ્દ અનેક અર્થોમાંથી પસાર થયો છે. વૈદિક પરંપરામાં તથા ન્યાય અને વૈશેષિક પરંપરામાં ઈશ્વરનો અર્થ છે – જે સૃષ્ટિનો કર્તા છે, તે ઈશ્વર છે. જૈન દર્શનની ભાષામાં ઈશ્વર એ છે કે જે મુક્ત થઈ ચૂક્યો છે. ઈશ્વર એ છે કે જે પરમ સામર્થ્યવાન છે. આપ પરમ સામર્થ્યવાન છો તેથી આપને નમસ્કાર છે:
નમસ્કારનું ચોથું કારણ એ છે કે આપે ભવસાગરનું શોષણ કર્યું છે. તેથી હું આપને નમસ્કાર કરું છું. અગમ્ય ઋષિએ ત્રણ અંજલિ (ખોબા)માં સમુદ્રનું શોષણ કર્યું હતું. ત્રણ અંજલિ પાણી પીધું અને સમુદ્રનું જળ શોષાઈ ગયું. આપ અજંલિ વગર આ ભવોદધિનું શોષણ કરી દો છો.
નમસ્કારનાં આ ચાર કારણો પ્રસ્તુત શ્લોકની આધારભૂમિ બની ગયાં -
તુલ્યું નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ ! તુલ્ય નમ: ક્ષિતિતલામલભૂષણાય /
તુલ્ય નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય,
તુલ્ય નમો જિન ! ભવોદિધિશોષણાય // ૧૦૨પ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ
રહી
, ક્યાં છે. આ પર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org