________________
માનતુંગે આ શ્લોકમાં એ પ્રશ્નને સમાહિત કર્યો છે કે નમસ્કાર કોને કરવા જોઈએ ? જે મારી પીડાનું હરણ ન કરતો હોય તેને હું નમસ્કાર નથી કરતો. હું એ જ વ્યક્તિને નમસ્કાર કરું છું કે જે મારી પીડાનું હરણ કરે છે. સાધુસાધ્વીઓ પાસે લોકો શા માટે જાય છે ? શા માટે લોકો તેમને નમસ્કાર કરે છે ? તેઓ કોઈ ડૉક્ટર કે વૈદ્ય નથી કે જે શરીરની પીડા દૂર કરે. લોકો તેમની પાસે એટલા માટે જાય છે કે ત્યાં શાંતિનો અનુભવ મળે છે, માનસિક પીડાનું હરણ થાય છે. અનેક લોકો શોકાકુળ સંજોગોમાં ગુરદર્શન માટે જાય છે. તે એટલા માટે જાય છે કે તેમને આશ્વાસન મળે છે, વિયોગજનિત દુઃખ સહન કરવાની શક્તિ મળે છે, નવો પ્રકાશ અને વૈરાગ્યનો એ બોધ મળે છે કે જેના થકી પીડાનું હરણ થાય છે. નમસ્કાર એ જ વ્યક્તિને કરવામાં આવે છે કે જે અમલ આભૂષણ હોય છે. જ્યાં નિર્મળતા હોય છે ત્યાં અનેક સમસ્યાઓ વિલીન થઈ જાય છે. નમસ્કાર એ જ વ્યક્તિને થાય છે કે જે શક્તિશાળી હોય છે. દુર્બળ અને કમજોરને કોઈ નમસ્કાર નથી કરતું. શરૂઆતથી જ એવો વિશ્વાસ રહ્યો કે ન્યાયની ભીખ ન માંગો. કમજોર માણસને ક્યારેય ન્યાય મળતો નથી. પોતાની શક્તિનો વિકાસ કરો, શક્તિશાળી બનો. જ્યાં શક્તિ છે, બળ છે, ઐશ્વર્યા છે ત્યાં સધળું છે. નમસ્કાર એ વ્યક્તિને જ થાય છે કે જે સંસારના કીચડને સૂકવી નાખે અને તેમાંથી આપણને બહાર કાઢે. કલકત્તાની યાત્રાનો એક પ્રસંગ છે. કાનપુર શહેરની બહાર નદી કિનારે એક મુનિશ્રી કિચડમાં ફસાઈ ગયા. તેમનું શરીર ભારેખમ હતું. ખૂબ મુશ્કેલીથી તેમને બહાર કાઢવામાં આવ્યા. જો કીચડને સૂકવી દેવામાં આવે, જલોદધિનું શોષણ કરી દેવામાં આવે તો કોઈ ફસાય નહિ. તેથી જે ભવોદધિનું શોષણ કરી નાખે છે તે ખરેખર નમસ્કારની અહંતા પામી જાય છે.
આ શ્લોકદ્રયીમાં આચાર્ય માનતુંગની બૌદ્ધિક પ્રખરતા તથા ભક્તિ પ્રવણતા – બંને જીવંત બની ગયાં છે. અર્થગાંભીર્ય જાળવી રાખતાં માનતુંગે ભક્તિની જે ધારા વહેવડાવી છે તે અવિચ્છિન બની ગઈ છે.
રાજીના
: એમ વધુ
ભક્તામર અંતસ્તલનો સ્પર્શ ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org