________________
પ્રકાશીને પ્રકાશથી ભરી દેવો એ બહુ મોટી વાત છે. મણિમાં પ્રકાશ પૂર્ણ નથી અને તે એટલા માટે નથી કે તેની સાથે પણ ઈન્દ્રના મોહનો અંધકાર જોડાયેલો છે. મોહની લીલાઓ અનંત છે. આ બધો અંધકાર છે. પ્રકાશની અંદરનો અંધકાર છે. બહાર પ્રકાશ છે અને અંદર અંધકાર છે.
અર્જુને યોગીરાજ કૃષ્ણને પૂછ્યું, ભગવાન ! એવી કઈ પ્રેરણા છે કે જે પામીને માણસ અનિચ્છાએ પણ પાપ કરવા પ્રેરાય છે ? દરેક માણસ એમ વિચારે છે કે હું સારું કામ કરું, પરંતુ તેના ભીતરમાં એક એવો તરંગ જાગે છે કે વ્યક્તિ પાપમાં પ્રવૃત્ત થઈ જાય છે. એવી કઈ પ્રેરણા છે ? શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો – કામ એષ ક્રોધ એષ રજોગુણસમુદ્ભવઃ । મહાશનો મહાપાપ્પા, વિયેનામિણ વૈરિણમ્ II
રજોગુણ થકી પેદા થનાર કામ અને ક્રોધથી પ્રેરિત થઈને માણસ અનિચ્છાએ પણ પાપાચરણ કરી બેસે છે.
ઈન્દ્રે ૠષભનાં ચરણોમાં શીશ ઝુકાવ્યું. તેના મુગટના દિવ્ય મણિમાંથી કિરણો પથરાઈ રહ્યાં હતાં. તે કિરણો ઋષભનાં ચરણોમાં પહોંચ્યાં, અંગૂઠા ઉપર પહોંચ્યાં. તે કિરણોની સાથે પણ મોહ જોડાયેલો હતો. કામ અને ક્રોધ જોડાયેલા હતા. આ પવિત્ર, શુદ્ધ અને દિવ્ય આલોકમય ચરણનો સ્પર્શ કરીને તે પાપનો અંધકાર દૂર થઈ ગયો. જે પૂર્ણ પ્રકાશી નહોતું, જેની ભીતરમાં અંધકાર છુપાયેલો હતો, તે પ્રકાશશીલ બની ગયું. પ્રકાશની અંદર પણ અંધકાર છુપાયેલો રહે છે. એમ કહેવાય છે કે, ‘દીવા તળે અંધારું’, પરંતુ જો તેને સચ્ચાઈપૂર્વક સમજીએ તો એમ કહેવું જોઈએ કે દીવાની અંદર પણ અંધારું છે. ન માત્ર દીવા તળે અંધારું હોય છે, પરંતુ પ્રકાશમાં પણ અંધારું છુપાયેલું હોય છે. જ્યાં સુધી પવિત્ર આત્માનો પ્રકાશ મળતો નથી, ત્યાં સુધી પ્રકાશી પણ અંધકારથી મુક્ત રહી શકતો નથી. જગતમાં કોઈ એવો અંધકાર નથી, કે જેની અંદર પ્રકાશ છુપાયેલો ન હોય અને એવો કોઈ પ્રકાશ પણ નથી કે જેની અંદર અંધકાર છુપાયેલો ન હોય ! માનતુંગ કહે છે કે, ભગવાન ઋષભનો ચરણસ્પર્શ પામીને તે મણિઓ પણ પ્રકાશિત થઈ ઊઠ્યા. ઈન્દ્રની અંદર જે પાપનો અંધકાર છુપાયેલો હતો તે પણ દૂર થઈ ગયો અને તેમનું અંતઃકરણ પ્રકાશથી ઝગમગી ઊઠ્યું.
ઈન્દ્રે આ પાદયુગ્મોને સમ્યક્ શ્રદ્ધા સહિત વિધિવત પ્રણામ કર્યાં. પ્રણામ કરવાં એ પણ એક કલા છે. બધા લોકો પ્રણામ કરવાનું જાણતા નથી. કેટલાક લોકો વિધિવત પ્રણામ કરે છે. કોમળ હાથ વડે અથવા તો મૃદુતાપૂર્વક માથાનો સ્પર્શ થવો જોઈએ. ક્યારેક ક્યારેક એવું પણ જોવા મળ્યું છે કે અશિષ્ટ ભાવ ધારા કરવામાં આવેલા પ્રણામને કારણે પગની ચામડી પણ ઊતરી જાય છે. પ્રણામ કરવા જોઈએ ખૂબ કોમળતા અને વિનમ્રતાપૂર્વક.
" ભક્તામર : અંતઃસ્તલનો સ્પર્શ = ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org