________________
:
"
":
1ી
..
ત
." ".
'
:
'
1
fe
૨. અન્તર્ણદ્ધનો વિલય.
આચાર્ય માનતુંગે સંકલ્પ કર્યો કે હું ભગવાન આદિનાથની સ્તુતિ કરીશ. સંકલ્પના અમલીકરણની ક્ષણે વ્યક્તિ વિચારે છે કે મેં જે સંકલ્પ કર્યો છે, તેને કેવી રીતે પૂર્ણ કરે ? આવી સ્થિતિમાં સૌપ્રથમ શક્યતા અને આવશ્કયતાનું વિશ્લેષણ થાય છે. વ્યક્તિ એવું ચિંતન કરે છે કે મેં જે સંકલ્પ કર્યો છે તે વિચારપૂર્વક કર્યો છે કે ભાવુક થઈને કર્યો છે ? મારી શક્યતા અને ક્ષમતા કેટલી છે? શું તીર્થકરોની સ્તુતિ કરવી મારા માટે શક્ય છે ? તીર્થકરોમાં પણ પ્રથમ તીર્થકર ભગવાન આદિનાથની સ્તુતિ કરવી શક્ય છે? જ્યારે આચાર્ય માનતુંગે પોતાની ક્ષમતા અને શક્તિ વિશે વિચાર કર્યો ત્યારે એમના મનમાં કેટલાક વિકલ્પો જાગ્યા. આચાર્યે કહ્યું –
બુદ્ધયા વિનાપિ વિબુધાર્ચિતપાદપીઠ ,
સ્તોતું સમુઘતમતિવિંગતત્રપોડહમ્T બાલ વિહાય જલસંસ્થિતમિÇબિમ્બ -
મન્ય ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્ // આચાર્યના મનમાં પ્રથમ વિકલ્પ એ જાગ્યો કે શું ભગવાન આદિનાથની સ્તુતિ કરી શકે તેટલી બુદ્ધિ મારી અંદર છે ? બુદ્ધિના અભાવે કોઈ મોટું કામ થઈ શકતું નથી. બુદ્ધિયસ્ય બલ તસ્ય” – જેની પાસે બુદ્ધિ છે, તેની પાસે બળ છે.
બળ અનેક પ્રકારનાં હોય છે – ધનબળ, સત્તાબળ, નૈતિકબળ વગેરે. આ તમામ બળ છે, પરંતુ જો બુદ્ધિબળ ના હોય તો માણસ ઘણી જગ્યાએ નિષ્ફળતા પામે છે. આપણે ભારતીય સાહિત્યનો અભ્યાસ કરીએ. તેમાં અભયકુમાર, ધન્ના શેઠ, રોહક, રાજા ભોજની સભાના અનેક વિદ્વાનો અને સંસ્કૃત કવિ, અકબર અને બીરબલ જેવા બુદ્ધિસંપન્ન લોકોની પરંપરા જોવા મળે છે. સાહિત્યમાં આ દરેકની બુદ્ધિચાતુર્ય વિશેની અનેક ઘટનાઓનો ઉલ્લેખ ૨૨ ભકતામર અંતસ્તલનો સ્પર્શ પરાજિત શકાય પીર રીતે જોઈ શકાય છે . . શશી કે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org