________________
બેવો સ્વાદ અને એવી તૃપ્તિ ન મળ્યાં, જે ચક્રવર્તીની ખીરમાંથી મળ્યાં હતાં. અન્ય ઘરોની ખીર ખાતી વખતે તેનું મન ચક્રવર્તીની ખીર ખાવા માટે લલચાઈ - ઊઠતું, પરંતુ તે મળે શી રીતે ?
જે વ્યક્તિએ હંમેશાં લોટના પાણીને દૂધ સમજીને પીધું હોય, તેને જો બસલી દૂધ મળી જાય તો પછી શું લોટના પાણી પ્રત્યે તેને આકર્ષણ રહે ખરું? એ ક્યારેય શક્ય નથી.
માનતુંગ કહે છે કે હે પ્રભુ મારે પણ એવી જ સમસ્યા પેદા થઈ છે. બાપનાં દર્શન કર્યા પછી હવે મારી આંખો અન્યત્ર ક્યાંય સંતોષ પામતી નથી. તેમને માટે હવે કોઈ આકર્ષણ બાકી રહ્યું નથી. અન્ય વસ્તુઓમાંથી રૂચિ દૂર થઈ ને માત્ર આપનામાં જ કેન્દ્રિત થઈ ગઈ છે. હવે આપ જ કહો, જેણે ક્ષીરસમુદ્રમાં દુગ્ધ-પાન કર્યું હોય તેને પછી શું ખારા કૂવાનું જળ ગમે ખરું ?
દવા ભવન્તમનિમેષવિલોકનીય, નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ / પીત્યા પયઃ શશિકરતિદુપ્પસિન્ધો :
ક્ષારં જલ જલનિધેિ: રસિતું કઃ ઈચ્છત // પ્રશ્ન ઉદ્ભવે છે કે તીર્થકરોમાં એવી કઈ વિશેષતા છે કે તેમનાં દર્શન કરી લીધા પછી અન્ય કોઈ ઉપર દૃષ્ટિ અટકતી નથી ? જો આ પ્રશ્નનો જવાબ શોધીએ તો એક કારણ ખૂબ સ્પષ્ટ જોવા મળે છે અને તે એ છે કે આકૃતિ અને રંગ-રૂપનું જેટલું આકર્ષણ હોય છે, તેના કરતાં અનેક ઘણું વધુ આકર્ષણ પવિત્રતાનું હોય છે, વીતરાગતાનું હોય છે. કોઈ વ્યક્તિ સુંદર નથી, રૂપ-રંગે હીન છે, પરંતુ અતિશય શાંતિથી સંપન્ન છે તો તેનું ક્ષણિક સાંનિધ્ય પણ બીજા લોકોને અતિશય સુખ આપનારું બની રહેશે. સૌથી મોટું આકર્ષણ હોય છે -- શાંતિનું, આભામંડળની પવિત્રતાનું અને વીતરાગતાનું. વીતરાગતા, શાંતિ અને આભામંડળની પવિત્રતા – તેમાં ચુંબકીય આકર્ષણ હોય છે. જેવી રીતે ચુંબક લોખંડને પોતાના તરફ આકર્ષે છે, તેવી જ રીતે આ ગુણો પ્રત્યેક વ્યક્તિને પોતાના તરફ આકર્ષે છે. દિલ્હી–પ્રવાસ દરમ્યાન પૂજ્ય ગુરુદેવ એક આશ્રમમાં પધાર્યા. આશ્રમના અધિષ્ઠાતા વયોવૃદ્ધ વ્યક્તિ હતા. તેમના ચહેરા ઉપર કરચલીઓ હતી અને તેમના કેશ શ્વેત હતા. ઘડપણનાં લક્ષણો સ્પષ્ટ હતાં તેમના શરીર ઉપર. તેમ છતાં તમામ લોકોની આંખો તેમના ઉપર સ્થિર થઈ જતી હતી.
સૌથી મોટું આકર્ષણ શાંતિનું હોય છે. શાંતિનો સ્ત્રોત કષાયનું ઉપશમન અથવા વીતરાગતા છે. જે વ્યક્તિમાં જેટલી વીતરાગતા હશે, તેના ચહેરા ઉપર એટલી જ શાંતિ હશે, એટલું જ તેનું આકર્ષણ વધશે અને દરેક વ્યક્તિ તેને જોવા ઇચ્છશે. હકીકત કહી ન કdf/5. કશs. We SLID} : " . ભકતામર : અંતસ્તલનો સ્પર્શ ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org