________________
સમજવાનો વિવેક આપ્યો છે. એક સંતે કોઈકને પૂછ્યું, “એમ તો પછી પશુ પણ બુદ્ધિશાળી કહેવાશે, કારણ કે તે પણ પોતાના શત્રુને મિત્ર સમજે છે. જાનવરો અને જંતુઓમાં બદલાની અદ્ભુત ભાવના જોવા મળે છે.” સંતે સ્વયં પોતાના આ તર્ક દ્વારા ઉત્તરદાતાને મૌન બનાવી દીધો. સ્વયં પોતાના જ પ્રશ્નનો ઉત્તર આપતાં સંતે કહ્યું, “બુદ્ધિમાન એ છે જે વિવેક કરવાનું જાણે છે કે ખરાબ ચીજોમાં સૌથી વધુ ખરાબ ચીજ કઈ છે અને સારી ચીજોમાં સૌથી વધુ સારી ચીજ કઈ છે. જેનામાં આ વિવેક હોય તે બુદ્ધિશાળી છે.”
ખરેખર માનતુંગે સૌથી સુંદર વસ્તુનો વિવેક કરીને પોતાની બુદ્ધિમત્તાનો પરિચય આપ્યો છે. સૌંદર્યશાસ્ત્રના સૌથી મોટો પ્રશ્ન તેમણે હલ કરી દીધો કે સૌથી વિશેષ સુંદર કોણ છે. પોતાની વાતને વિશેષ સ્પષ્ટ કરતાં આચાર્ય કહે છે કે, હે પ્રભુ ! હું આપના સૌંદર્યની જે વાત કહી રહ્યો છું તે નિરાધાર નથી. મારી પાસે તેનો નક્કર આધાર છે. તે આધાર ભૌતિક પણ છે અને આધ્યાત્મિક પણ છે. ભૌતિક આધાર એ છે કે જે પરમાણુઓ દ્વારા આપની રચના થઈ છે, તેવા પરમાણુ અન્ય નથી. આપનું શરીર નિર્મિત થયા પછી તે પરમાણુઓ પણ સમાપ્ત થઈ ગયા, બાકી રહ્યા નથી. જે માટીમાંથી આ પૂતળું રચવામાં આવ્યું, તે માટી એકલી જ હતી – આ વાત સાહિત્યમાં ઘણી વખત કહેવામાં આવે છે. માનતુંગ પણ કહે છે કે જે પરમાણુ દ્વારા આપની રચના થઈ, તે એટલા જ હતા તેથી આપના જેવું બીજું કોઈ ક્યાંથી હોય ? શી રીતે હોય ? અનંત પરમાણુઓના સ્કધંથી જગત સભર છે તેથી આપનું શરીર જે પરમાણુઓમાંથી બન્યું છે, તેની વિશેષતા શી છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં આચાર્ય કહે છે કે આપના પરમાણુઓ શાંત, રાગ-રુચિવાળા છે. શાંત-રાગ-રુચિ આ પદના બે અર્થ થઈ શકે છે. એક અર્થ એ કે જેમણે રાગને શાંત કરી દીધો છે અથવા જેમની રાગની રુચિ શાંત થઈ ગઈ છે. રાગનું તાત્પર્ય રાગ-દ્વેષ બંને સાથે છે. મૂળવૃત્તિ રાગ છે. તેષ તો તેનો ઉપજીવી છે. રાગ છે તેથી જ દ્વેષ થાય છે. રાગ ન હોય તો દ્વેષ થશે જ નહિ. માનતુંગ કહે છે કે જે પરમાણુઓએ આપની રાગ-રુચિને શાંત કરી દીધી, તે દુર્લભ છે. તેનો બીજો અર્થ એ છે કે એવું શરીર દુર્લભ છે, જે શરીરમાંથી શાંતરસનાં કિરણો પ્રસરી રહ્યાં હોય.
નવ રસોમાં કેટલાક લોકોએ શાંતરસને મુખ્ય માન્યો છે, તો કેટલાક લોકોએ શૃંગારરસને મુખ્ય માન્યો છે. ફ્રોઈડની માનસિક અવધારણા વિશે વિચાર કરીએ તો શ્રૃંગારરસ મુખ્ય લાગે છે. અભિનવ ગુક્ત કહ્યું – [શાંત એવ રસ:.] વાસ્તવમાં શાંતરસ જ રસ છે. બાકીના રસ ક્ષણિક હોય છે. આવે છે અને ચાલ્યા જાય છે. સ્થાયી રસ તો એક માત્ર શાંતરસ જ છે. આપણે આ વાતની મીમાંસા કરીએ - કોઈ વ્યક્તિ ચોવીસ કલાકમાં શાંત કેટલો વખત રહે છે અને | Par : રતક !) કફ
' . ભક્તામર: અંતસ્તલનો સ્પર્શ . ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org