________________
તેરમું પુષ્પ છે – અમલતા. આપ અમલ છો. જે જ્ઞાનસ્વરૂપ હોય, જેના રજ અને મળ ક્ષીણ થઈ ગયા હોય તે અમલ છે. આપના રજ અને મળ નિઃશેષ થઈ ગયા છે તેથી આપ અમલ છો.
આમ ઋષભના વિરાટ વ્યક્તિત્વના અનેક ગુણોનું ચયન કરીને માનતુંગે તેર પુષ્પોની એક મનોરમ અને નયનાભિરામ માળા ગૂંથી છે. તે માળાનું સૂત્રધાર છે આ કાવ્ય –
તામવ્યય વિભુમચિજ્યમસંગમાઘ, બ્રહ્માણમીશ્વરમનંતમનંગકેતુમ્T યોગીશ્વરં વિદિતયોગમનેકમેલું,
જ્ઞાનસ્વરૂપમલં પ્રવદંતિ સન્તઃ // પ્રસ્તુત શ્લોકમાં આચાર્ય માનતુંગે ગાગરમાં સાગર ભરી દીધો છે. એક-એક શબ્દની વિશદ્ વ્યાખ્યા કરીએ તો આ બ્લોકના આધારે અનેક ગ્રંથો રચાઈ શકે છે. આપણે પણ ગાગરમાં સાગર સમાવવો છે. જો સાગર જેવા વિસ્તારમાં જઈએ તો પાર જ નહિ આવે. સંક્ષેપમાં એટલું જ કહી શકાય છે કે
આ શ્લોકનો પ્રત્યેક શબ્દ એક એક વિશેષતાની વ્યાખ્યા કરી રહ્યો છે. ઋષભે શું કર્યું? તેઓ કેવા હતા? તેમનું અતિશાયી કાર્ય કર્યું હતું? આ તમામ માટે એક એક પ્રતિકાત્મક શબ્દનો પ્રયોગ કરીને આચાર્યે ઋષભના વિરાટ વ્યક્તિત્વની સ્તુતિ કરી છે. તેમાં ભક્તિ, જ્ઞાન અને ચરિત્ર - ત્રણેયનો સમન્વય છે. જે અર્થ અને તાત્પર્યના ઊંડાણમાં જઈને આ કાવ્યનું અનુશીલન કરે છે તે ખરેખર સમાપત્તિ કરી લે છે, તાદાભ્યની અનુભૂતિ કરી લે છે.
૯૪. ભકતામર અંતસ્તલનો સ્પર્શ
. છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org