________________
૧૩. પુરાતન અભિધા :
આધુનિક સંદર્ભ
ભગવાન આદિનાથની સ્તુતિ ભારતના પ્રત્યેક ધર્મે કરી છે. તેઓ માત્ર જૈન પરંપરા દ્વારા જ માન્ય નથી, પરંતુ વૈદિક તેમજ અન્ય શ્રમણ સંપ્રદાયો દ્વારા પણ સમાડ્વત છે. આચાર્ય માનતુંગે આ સમગ્ર સંદર્ભને ધ્યાનમાં રાખીને ઋષભને અનેક નામથી સંબોધિત કર્યા છે. જે નામ પ્રસિદ્ધ પ્રવર્તકોનાં છે, તેમાં ભગવાન ઋષભનો સાક્ષાત્કાર કર્યો છે. તે તત્ત્વોમાં ભગવાન ઋષભનું પ્રતિબિંબ નિહાળ્યું છે. પ્રતિબિંબ એટલા માટે નિહાળ્યું કે તેઓ ઘણી બધી બાબતોમાં આદિ હતા. જૈન પરંપરામાં ઋષભને આદિકાશ્યપ માનવામાં આવે છે. અંતિમ કાશ્યપ મહાવીર છે. ઋષભે આત્માને કેન્દ્રમાં રાખીને જે ધર્મનું પ્રવર્તન કર્યું તે ધર્મનું અનુસરણ પછીના લોકો એ કર્યું. તેથી કહેવામાં આવ્યું કે – અણુધર્મો મુણિણા પવેઇયં – મુનિએ અનુધર્મ પ્રવેદિત કર્યો. જે ધર્મ ઋષભે બતાવ્યો એ જ ધર્મ મહાવીરે પ્રતિપાદિત કર્યો. તેથી ઋષભની સ્તુતિ સૌની સાથે કરી શકાય છે અથવા તમામ નામોમાં ઋષભની સ્તુતિ કરી શકાય છે. આ ચિંતનની સાથે સ્તુતિક્રમ આગળ ધપાવતાં આચાર્ય માનતુંગે ઋષભને અનેક નામથી સંબોધિત કર્યા છે –
માનતુંગે કહ્યું કે આપ બુદ્ધ છો. બુદ્ધ શબ્દ વ્યક્તિવાચક નથી હોતો. તે સામાન્ય વિશેષણ હોય છે. જે તત્ત્વને જાણે છે તે બુદ્ધ છે. આ સામાન્ય વિશેષણ એક નામ બની ગયું. એક સમય એવો હતો કે મહાપ્રજ્ઞ મારું વિશેષણ હતું અને એક સમય એવો આવ્યો કે મહાપ્રજ્ઞ મારું નામ બની ગયું. ગૌતમ બુદ્ધનું મૂળ નામ છે શાક્યપુત્ર. પરંતુ જ્ઞાનગરિમા દ્વારા તેમનું બુદ્ધ નામ વિશ્રુત થઈ ગયું. લઇ ગયા છે કે તેઓ " , ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org