________________
બુદ્ધની સ્તુતિમાં અશ્વઘોષે લખ્યું કે બુદ્ધનું નામ હતું શાક્યપુત્ર અને પ્રચલિત થઈ ગયો બુદ્ધ શબ્દ. તેઓ બૌદ્ધ ધર્મના પ્રવર્તક બુદ્ધ કહેવાયા. આચાર્ય માનતુંગે બુદ્ધના નામનો જે સ્વરૂપ ઉપયોગ કર્યો છે તે તેમની વિદગ્ધતાનો સૂચક છે. નવો શબ્દ શોધવો એ એક વાત છે, પરંતુ પ્રચલિત શબ્દોમાં નવો અર્થ મૂકી દેવો તે એક વિલક્ષણતા છે. ભગવાન મહાવીરે પણ તેવું કર્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રનું બારમું અધ્યયન વાંચનાર જાણે છે કે મહાવીર તીર્થયાત્રા, તીર્થસ્થળ જેવા પ્રચલિત શબ્દોને કેવી રીતે નવા નવા અર્થ આપે છે. તીર્થ કરો, યજ્ઞ કરો, સ્નાન કરો – આ શબ્દો લઈ લીધા પરંતુ તેમના અર્થ બદલી નાંખ્યા. શબ્દ સાથે કોઈ વિરોધ નથી. વિરોધ હોય છે અર્થ સાથે.
એ મહત્ત્વપૂર્ણ વાત છે કે કયા શબ્દનો કયા અર્થમાં પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આધુનિક દાર્શનિકોનો મત છે કે કોઈ પણ દર્શનનું પ્રતિપાદન કરો તો તે દર્શન દ્વારા સ્વીકૃત સંજ્ઞાઓનું સ્પષ્ટીકરણ કરો. એ જાણો કે પ્રસ્તુત શબ્દનો પ્રયોગ કયા અર્થમાં કરવામાં આવ્યો છે. એક જ શબ્દનો પ્રયોગ ભિન્ન ભિન્ન અર્થોમાં કરવામાં આવે છે. એક દર્શનમાં તે શબ્દ એક અર્થનો વાચક હોય છે જ્યારે બીજા દર્શનમાં તે શબ્દ બીજા અર્થનો વાચક હોય છે. આશ્રવ શબ્દ જૈન દર્શનમાં પણ છે અને બૌદ્ધ દર્શનમાં પણ છે. સંવર શબ્દ પણ જૈન અને બૌદ્ધ બંને દર્શનોમાં છે. શું આ બે શબ્દો બંને દર્શનોમાં એક જ અર્થ માટે પ્રયોજાયા છે? કર્મ શબ્દ તમામ દર્શનોમાં પ્રચલિત છે. શું તમામ દર્શનોમાં કર્મ શબ્દ એક જ અર્થમાં પ્રયુક્ત થયો છે ? જ્યાં આપણે દર્શનના આધારે શબ્દની મીમાંસા કરીશું, ત્યાં તેનો અર્થ બદલાઈ જશે. એક જ શબ્દના અનેક અર્થ વ્યક્ત થઈ જશે. તેથી એ જાણી લેવું જરૂરી છે કે ક્યા શબ્દનો કયા અર્થમાં પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
મુનિએ બ્રાહ્મણોને કહ્યું કે, હું યજ્ઞ કરું છું. પૂછવામાં આવ્યું – “કયો યજ્ઞ ?' “જે યજ્ઞ ઋષિઓ દ્વારા પ્રશસ્ત છે.” તમારી જ્યોતિ - અગ્નિ કઈ છે? તપ જ્યોતિ છે.” તમારું જ્યોતિસ્થાન કર્યું છે?” જીવ જ્યોતિસ્થાન છે.” “ઘી હોમવાની કડછી કઈ છે ? “મન, વચન અને કાયાની સપ્રવૃત્તિ ઘી હોમવાની કડછીઓ છે.”
અગ્નિ પેટાવવાનાં છાણાં કયાં કયાં છે ?'
“શરીર અગ્નિ પેટાવવાનું છાણું છે.' ૯૬ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ
/ લ કુ રકમ 'પણ શાખામાં ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org