________________
દસમું પુષ્પ છે – આપ યોગીશ્વર છો. એ સર્વમાન્ય તથ્ય છે. ભાગવતમાં ઋષભનું જે વર્ણન છે, તે એક અવધૂત યોગીનું વર્ણન છે. હઠયોગ પ્રદીપિકામાં સર્વ પ્રથમ યોગી તરીકે આદિનાથને નમસ્કાર કરવામાં આવ્યા છે – શ્રી આદિનાથાય નમોસ્તુ તસ્મૈ, યેનોપદિષ્ટા હઠયોગવિદ્યા,
આપે તમામ યોગો જાણ્યા હતા. તમામ યોગીઓમાં પ્રથમ યોગી આપ હતા. તેથી આપ યોગીશ્વર છો.
અગિયારમું પુષ્પ છે – એક-અનેક. આપ અનેક પણ છો અને એક પણ છો. એ પ્રશ્ન અનાદિકાળથી પૂછવામાં આવે છે કે આપ અનેક છો કે એક છો ? જ્ઞાતાસૂત્રનો પ્રસંગ છે. સોમિલ બ્રાહ્મણે મહાવીરને પૂછ્યું, આપ અનેક છો કે એક છો ? મહાવીર ઉત્તરે આપ્યો, હું એક પણ છું અને એનક પણ છું. દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ હું એક છું. જ્ઞાન, દર્શન વગેરે પર્યાયોની અપેક્ષાએ હું અનેક છું. નિશ્ચયનયની દૃષ્ટિએ હું એકલો છું. પર્યાયની અપેક્ષાએ હું અનંત છું. પ્રત્યેક વ્યક્તિ, વ્યક્તિની દૃષ્ટિએ એક છે, પર્યાયની દૃષ્ટિએ અનંત છે. તેથી માનતુંગ કહી રહ્યા છે કે આપ અનેક પણ છો અને એક પણ છો. આપ મુક્ત થઈ ગયા છો. મોક્ષમાં જીવ એક છે કે અનેક છે ? મોક્ષમાં અનંત જીવ છે અને તે તમામ એક જગતમાં રહેલા છે. તેમની અનેકતા એવી છે કે ક્ષેત્રનો અવરોધ નથી. બે તત્ત્વો છે – અવગાહ અને ક્ષેત્રાવરોધ. અવગાહન તો છે, એક-બે નહિ, હજા૨-દસ હજાર નહિ, અસંખ્ય અને અનંત સમાઈ જાય છે. એક નાનકડી જગામાં અનંત સમાઈ જશે. છતાં ક્ષેત્રનો અવરોધ નહિ હોય. ક્ષેત્ર અટકતું નથી. ભલે એક આવે કે વીસ આવે, કોઈ ફરક પડતો નથી. જે અવગાહના છે, તે સૌ કોઈમાં હોય છે, પરંતુ ક્ષેત્રને રોકવાની શક્તિ સૌ કોઈમાં નથી હોતી. તે સ્થૂળમાં હોય છે. આપ સૂક્ષ્મ બની ગયા છો તેથી આ સમસ્યાથી પર છો.
અનંત મુક્ત જીવ એક ક્ષેત્રાવગાહમાં રહે છે, પરંતુ તે તમામનું સ્વતંત્ર અસ્તિત્વ છે. અનેક દર્શનોની એવી માન્યતા છે કે મુક્ત થવું એટલે પરમાત્મામાં વિલય પામવું. તેમનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. જૈન દર્શનનું મંતવ્ય છે કે મુક્ત થયા પછી પણ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ રહે છે. માનતુંગનું આ કથન એ અપેક્ષાએ છે કે એકત્ર અવગાહનની દૃષ્ટિએ આપ એક છો અને સ્વતંત્રતાની દૃષ્ટિએ, આત્માની દૃષ્ટિએ આપ અનેક છો,
બારમું પુષ્પ છે – આપ જ્ઞાન સ્વરૂપ છો. આપનું સ્વરૂપ જ્ઞાનમય છે. ઔદકિય અને ક્ષાયોપમિક ભાવ થકી થતું આપનું સ્વરૂપ સમાપ્ત થઈ ગયું. હવે માત્ર ક્ષાયિક ભાવનું સ્વરૂપ રહ્યું છે. અજ્ઞાનનો સર્વથા ક્ષય થઈ ગયો હોવાથી આપ જ્ઞાનસ્વરૂપ છો.
= ભકતામર ઃ અંતસ્તલનો સ્પર્શ ! ૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org