________________
સેવકમાં સામર્થ્ય ક્યાંથી આવે છે ? તે સ્વામીમાંથી જ આવે છે. સ્વામી સમર્થ હશે તો સેવક સમર્થ બની જશે. સ્વામી કમજોર હશે તો સેવક કમજોર બની જશે. સમર્થ સ્વામીનું નામ પણ શક્તિ આપે છે, ચિહ્ન પણ શક્તિ આપે છે. માનતુંગસૂરિએ યોગ્ય જ કહ્યું કે જે ગુણોએ આવા સમર્થનાથનો સ્વીકાર કરી લીધો, જેમને આવો નાથ મળી ગયો, તે ગુણોને રોકવાની તાકાત કોનામાં છે ? તેઓ નિઃસંકોચ સમગ્ર જગતમાં પ્રસરી શકે છે તેથી તેઓ ત્રણે જગતનું અતિક્રમણ કરી રહ્યા છે.
માનતુંગસૂરિએ પ્રસ્તુત શ્લોકમાં ષભની આ ગુણાત્મક વ્યાખ્યા અત્યંત માર્મિક રીતે કરી છે. તેમાં જૈન ધર્મનું આધ્યાત્મિક પાસું પ્રભાવક રીતે અભિવ્યક્ત થયું છે.
સંપૂર્ણમંડલશશાંકકલાકલાપ / શુભા : ગુણાસ્ત્રિભુવને તવ લંધયન્તિ
યે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વરનાથમેકં,
કસ્તાનું નિવારયતિ સંચરતો યથેષ્ટમ્ // આપણે એ સચ્ચાઈનું અનુશીલન કરીએ કે આકિંચ માંથી ગુણો પ્રગટ થાય છે. જ્યાં ત્યાગ છે, ત્યાં ગુણોનો વિકાસ છે. આ તથ્યનું અનુશીલન ત્યાગ અને આકિંચન્યની દિશા ઉદ્ઘાટિત કરી શકે છે.
પદા ભકતામર : અંતસ્તલનો સ્પર્શ
એવી
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org