________________
પ્રભાવ પાડે છે, પરંતુ તે ત્યારે પ્રભાવ પાડે છે કે જ્યારે ભીતરમાં કોઈ દુષ્કૃત હોય છે. જ્યારે કોઈ દુષ્કૃત ન હોય, નિમિત્ત સમાપ્ત થઈ ગયું હોય ત્યારે કોઈ પ્રભાવ પડતો નથી. બે વ્યક્તિઓ ઉપર ગ્રહોનો પ્રભાવ પડતો નથી. એક તો એ કે જે સર્વથા અકિંચન છે, જેની પાસે કાંઈ જ નથી. બીજો એ કે જેનું દુષ્કૃત ક્ષીણ થઈ ગયું હોય છે, જેની પાસે કાંઈ જ નથી તેને ગ્રહોનું જોખમ હોતું જ નથી અને જે વ્યક્તિએ મોહને ક્ષીણ કરી દીધો હોય તેનું કોઈ ગ્રહ કશું બગાડી શકતો નથી. ગ્રહ ભલે ગમે તેટલો દુષ્ટ હોય, પણ તે વીતરાગને શું કરી શકે ? તેથી માનતુંગ કહે છે કે, હે પ્રભુ ! આપે મોહકર્મને ક્ષીણ કરી દીધું તેથી કોઈપણ રાહુ આપને ગ્રસ્ત કરી શકતો નથી.
ત્રીજું તથ્ય છે - જ્ઞાનાવરણીયકર્મ ક્ષીણ અને મોહનીયકર્મ ક્ષીણ. તેનું પરિણામ એ આવ્યું કે આપનું જ્ઞાન વિકસ્વર બની ગયું. એટલું બધું વિકસ્વર બન્યું કે તે સમગ્ર લોકને એકસાથે પ્રકાશિત કરી રહ્યું છે. કહેવામાં આવ્યું કે ધર્માસ્તિકાય છે. આ જ્ઞાન ક્યાંથી આવ્યું ? અધર્માસ્તિકાય છે, આકાશાસ્તિકાય છે, જીવાસ્તિકાય છે - આ બોધ કયા જ્ઞાન દ્વારા થાય છે ? આ બોધ તે જ્ઞાન દ્વારા પ્રગટ થાય છે કે જે એકસાથે સમગ્ર લોકને પ્રકાશિત કરી દે છે. જે કાંઈ આગમમાં છે, તે એ જ જ્ઞાનાતિશયની નિષ્પત્તિ છે. ચોથું તથ્ય છે આપનું જ્ઞાન વાદળો દ્વારા આચ્છન્ન નથી. તેનો અર્થ એ કે આપનામાં શક્તિનો એટલો બધો વિકાસ થઈ ગયો કે આપની શક્તિને કોઈપણ સ્ખલિત કરી શકતું નથી. તેના ઉપર કોઈ ઢાંકણ ઢાંકી શકતું નથી. કોઈ આપનો અવરોધ બની શકતું નથી. વાદળો સૂરજના માર્ગમાં આડે આવે છે, પરંતુ તે આપના માટે અવરોધ બની શકતાં નથી. જ્યારે તડકો ન હોય ત્યારે એમ કહેવાય છે કે વાદળો સૂર્યની આડે આવી ગયાં. જ્યારે શક્તિ અપ્રતિહત બની જાય છે ત્યારે સ્ખલિત કરનાર, અવરોધ પેદા કરનાર કોઈ તત્ત્વ રહેતું નથી. માનતુંગ કહે છે કે, ‘આપનામાં શક્તિનો એટલો બધો વિકાસ થઈ ગયો છે કે ક્યાંય કશો અવરોધ રહ્યો નથી.' આ શક્તિનો અતિશય છે, વીર્યાતિશય છે.
જ્ઞાનાવરણીય, મોહનીય અને અંતરાય એ ત્રણેય ક્ષીણ થઈ ગયા. દર્શનાવરણીયનો પણ તેની સાથે વિલય થઈ ગયો. જે ઘાત્યચતુષ્ટયી છે તે ક્ષીણ બની ચૂકી છે. આવા સંજોગોમાં કોઈપણ વ્યક્તિ સૂર્ય સાથે આપની તુલના કરી શકે નહિ. તેથી માનતુંગે એમ કહેવું પડ્યું કે, ‘હે પ્રભુ ! હું સૂર્ય સાથે આપની તુલના કરી રહ્યો હતો, પરંતુ કરી શક્યો નહિ. સૂર્ય આપની સામે ખૂબ નાનો લાગે છે. આપ તેના કરતાં ઘણા મહાન છો.’
આ ભક્તામર ઃ અંતઃસ્તલનો સ્પર્શ = ૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org