________________
તફાવત છે ! જેણે આ ગાયના દૂધનો સ્વાદ ચાખી લીધો તે ક્યારેય અન્ય ગાયના દૂધથી સંતુષ્ટ નહિ થાય. માનતુંગે પોતાની અપૂર્વ સંતુષ્ટિને આ સ્વરમાં અભિવ્યક્તિ આપી છે કે મેં એકાન્તવાદી દર્શનોનો સ્વાદ ચાખ્યો, તેમનો અભ્યાસ કર્યો, ત્યારબાદ અનેકાન્ત દર્શનના સ્વાદનો અનુભવ કર્યો. હૃદય શીતળ બની ગયું, એવી પ્રતીતિ થઈ ગઈ કે અનેકાન્ત એવું દર્શન છે કે જેમાં તમામ સમસ્યાઓનું સમાધાન છે.
આપને જોવાથી, આપના દર્શનનો અભ્યાસ કરવાથી શું થયું - એવો પ્રશ્ન વ્યક્ત કરતાં માનતુંગ કહે છે કે આપના દર્શનનો અભ્યાસ કર્યા પછી કોઈપણ દર્શન મારા મનનું હરણ કરતું નથી. કોઈ અન્ય દર્શન પ્રત્યે મારું મન આકૃષ્ટ થતું નથી. આચાર્ય ભિક્ષુના સંદર્ભમાં એક કહેવત પ્રચલિત થઈ ગઈ હતી – ભીખણજી રા ભરમાયા, પાછા કદૈની આયા - જે આચાર્ય ભિક્ષુની પાસે પહોંચી ગયો તે પછી ક્યાંય જતો નથી. તેના દરવાજા અન્ય તમામ માટે બંધ થઈ જાય છે. તેને ક્યાંય જવાની જરૂર જ નથી પડતી. આચાર્ય ભિક્ષુની જે વાણી હતી, વાતચીતની જે શૈલી હતી તે વ્યક્તિને આકર્ષી લેતી, બાંધી દેતી. તેમની પાસેથી તત્ત્વને સમજનાર વ્યક્તિ એટલી બધી શ્રદ્ધાશીલ બની જતી કે પછી અન્ય કોઈ પણ તેને પોતાની તરફ આકર્ષી શકતું નહિ. માનતુંગ કહી રહ્યા છે કે આપના દર્શનનો અભ્યાસ કર્યા પછી મારી સ્થિતિ એવી બની ગઈ છે કે કોઈ અન્ય પ્રત્યે કશું જ આકર્ષણ થતું નથી. પ્રભુ ! એવું પ્રતીત થાય છે કે આ જન્મમાં જ નહિ, પછીના જન્મમાં પણ અનેકાન્ત દર્શન સિવાય અન્ય કોઈ મારા મનનું હરણ કરનાર નહિ હોય.
સીધાસાદા શબ્દોમાં આચાર્ય માનતુંગે ખૂબ ઊંડી વાત રજૂ કરતાં પ્રસ્તુત શ્લોકની રચના કરી, જેમાં તેમની એ ભાવનાઓ ધબકી રહી છે.
મન્ય વર હરિહરાદય એવ દૃષ્ટા, દૃષ્ટપુ એવુ હૃદયં ત્વયિ તોષમતિ / | કિં વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્ય,
કશ્ચિનું મનો હરતિ નાથ ! ભવાન્તરપિ // જો આપણે આ શ્લોકના શબ્દાર્થ ઉપર અટકી જઈએ, તાત્પર્યાર્થમાં ન જઈએ તો એમ લાગશે કે સ્તુતિકારે બીજા દાર્શનિકોને નીચા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. વાસ્તવમાં તેમાં કોઈ દાર્શનિક ઉપર કશો જ આક્ષેપ નથી.
વ્યક્તિ અને સિદ્ધાંત એ બે સંદર્ભ છે. વ્યક્તિની આલોચના ન થવી જોઈએ. સિદ્ધાંતની આલોચના થઈ શકે છે. અમુક વ્યક્તિ સારી નથી, ખરાબ છે એવું ન કહેવું જોઈએ. અમુક સિદ્ધાંત સાચી છે કે નહિ, સાચો છે તો શા માટે ? ખોટો ૮૦. ભક્તામર અંતસ્તલનો સ્પર્શ આજના જાયા કારણ કરાર આકારના સુધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org