________________
પુત્રના નિર્માણમાં માતાની ભૂમિકા ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. એક માતા હતી મદાલસા. તે પોતાના પુત્રોને તૈયાર કરતી હતી. તે વિચિત્ર માતા હતી. તેના મનમાં વિકલ્પ જાગ્યો કે પોતાના પુત્રને સંન્યાસી બનાવવો છે. જેવો પુત્ર ગર્ભમાં આવ્યો કે તરત જ માતા મદાલસાએ તેને એવા સંસ્કાર આપવાનું શરૂ કર્યું. ગર્ભકાળ સંસ્કારનિર્માણનો સોનેરી સમય છે. એક માતાએ સુકરાતને કહ્યું કે મારો બાળક પાંચ વર્ષનો થઈ ગયો છે. હવે હું તેને સંસ્કારનિર્માણ તથા વિદ્યાર્જન માટે પાઠશાળામાં મોકલી રહી છું. સુકરાને કહ્યું કે ખૂબ મોડું થઈ ગયું છે. સંસ્કારનિર્માણનો સમય જીવનની પહેલી ક્ષણથી જ પ્રારંભ થઈ જાય છે. જે કુશળ અને દિવ્ય માતા હોય છે તે ગર્ભકાળથી જ બાળકને સંસ્કાર આપવાનું શરૂ કરી દે છે. મદાલસા ગર્ભકાળમાં જ શિશુને એવા સંસ્કાર આપવા લાગી.
શુદ્ધોતિ, બુદ્ધોતિ નિરંજનોસિ.
સંસારમાયાપરિવર્જિતાસિ તું શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે, સંસાર-માયાથી પરિવર્જિત છે. મદાલસા આ પાઠ તે ગર્ભસ્થ શિશુને દરરોજ સંભળાવતી. તે એટલા માટે સંભળાવતી કે તે બાળક તેજસ્વી અને યશસ્વી મુનિ બને. જ્યારે બીજો બાળક ગર્ભમાં આવ્યો ત્યારે મદાલાસાએ વિચાર્યું કે તેને કુશળ રાજનેતા બનાવવો છે. તેણે ગર્ભસ્થ શિશુને રાજનીતિના સંસ્કાર આપવાનું શરૂ કર્યું. પરિણામે તે શિશુ આગળ જતાં કુશળ રાજનેતા બન્યો.
પુત્રના નિર્માણમાં માતાની મોટી ભૂમિકા હોય છે. જો માતા સમજદાર હોય, વિવેકસંપન્ન હોય તો સંતાન ખૂબ સારું બને છે. જે માતાઓ કશું જ જાણતી નથી તેમનાં સંતાનો પણ એવાં જ પાકે છે. જ્યારે પણ હું વિક્લાંગ બાળકોને જોઉં છું, અવિકસિત અને વિકૃત શરીરવાળાં બાળકોને જોઉં છું ત્યારે ત્યારે મારું મન એ સિદ્ધાંત તરફ ચાલ્યું જાય છે કે શિશુની આ અવસ્થા માટે માતા-પિતા પણ જવાબદાર છે. જો માતા-પિતા જાગરૂક હોત તો કદાચ આમ ન બન્યું હોત. માતા-પિતાની અજ્ઞાનતાને કારણે અનેક વિકૃતિઓ પેદા થઈ જાય છે. સંતતિ પેદા કરવાના ઘણા નિયમો છે. જે લોકો તે નિયમો નથી જાણતા કે ક્યારે શું કરવું જોઈએ, તેવો વિવેક નથી રાખતા, તેઓ બાળક માટે સમસ્યાનું બીજ વાવી દે છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ, સંતાન-ઉત્પત્તિના સિદ્ધાંતની દૃષ્ટિએ એક સરળ પરંતુ મહત્ત્વપૂર્ણ સૂત્ર માનતુંગે પ્રસ્તુત કરી દીધું – જેવી માતા હોય છે તેવો જ પુત્ર પાકે છે.
સારી માતા મળવી ખૂબ મુશ્કેલ છે. હું પોતે જ અનુભવ કરું છું – મારી સંસારી માતા સાધ્વી બાલુજીએ મને જે સંસ્કાર આપ્યા તે મારા વિકાસમાં યોગભૂત બની રહ્યા છે. હું નાનો બાળક હતો. તે દરરોજ સવારે ખૂબ વહેલી આ બાળક "
બની . ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org