________________
સાત રંગ માનવામાં આવે છે, તે સૂર્યનાં કિરણોમાંથી નીકળે છે. સૂર્યના રંગમાં તમામ વર્ણો અને રંગોનો સમાવેશ હોય છે. માનતુંગે તેથી ખૂબ સમજી વિચારીને આદિત્યવર્ણની ઉપમા આપતાં કહ્યું – તમામ રંગ આપમાંથી નીકળે છે તેથી આપ અનુપમ છો, દોષરહિત છો, તમ (અંધકાર)થી પર છો. તમ પાછળ રહી ગયું અને આપ આગળ નીકળી ગયા, ક્ષિતિજની પેલે પાર પહોંચી ગયા. જ્યાં અંધકાર હોતો જ નથી. સદા પ્રકાશ રહે છે, દિવસ રહે છે. ત્યાં રાત અને અંધકારનું અસ્તિત્વ જ નથી.
તમના ત્રણ અર્થ કરી શકાય છે. તમનો એક અર્થ છે, અંધકાર. સાંખ્યદર્શનની ભાષામાં તમનો એક અર્થ છે તમોગુણ. જૈન દૃષ્ટિએ તમનો એક અર્થ છે પાપ. માનતુંગ કહે છે – આપ તમથી પર છો, તમોગુણથી પર છો અને પાપથી પણ પર છો. જે આદિત્ય છે, અમલ છે તે નિશ્ચિત તમથી ૫૨ હશે. જે વ્યક્તિ આદિત્યવર્ણવાળી નથી હોતી, જેનું આભામંડળ મુખ્યત્વે અરુણવર્ણા નથી હોતું તે તમમાં રહે છે. જે અમલ નથી, તે અંધકારમાં રહે છે. ભગવાન ઋષભ આદિત્યવર્ણ બની ગયા, અમલ બની ગયા, તેથી તેઓ તેમને વિનષ્ટ કરીને તેનાથી દૂર ચાલ્યા ગયા.
માનતુંગ સ્તુતિનું કારણ જણાવતાં કહે છે – પ્રભુ ! હું જે સ્તુતિ કરી રહ્યો છું તેનું એક કારણ છે. તે કારણ એ છે કે હું મૃત્યુંજય બનવા ઇચ્છું છું, મૃત્યુને જીતવા ઇચ્છું છું. એક વિશ્રુત મંત્ર છે - મહામૃત્યુંજય મંત્ર. એમ માનવામાં આવે છે કે ગ્રહવિષયક કોઈ પણ વિઘ્ન કે અવરોધ હોય, મારકયોગ હોય, તો તે મહામૃત્યુંજય મંત્રના જાપથી ટળી જાય છે. એમ પણ માનવામાં આવે છે કે જો મહામૃત્યુંજય મંત્રનો વિધિપૂર્વક, અનુષ્ઠાનપૂર્વક જપ કરવામાં આવે તો આયુષ્યમાં ઓછામાં ઓછો દસ વર્ષનો ઉમેરો થાય છે. માનતુંગ કહે છે કે આ બધી મિથ્યા વાતો છે. તેનાથી કોઈપણ વ્યક્તિ મૃત્યુંજય બની શકતી નથી. માત્ર એ જ વ્યક્તિ મૃત્યુંજય બની શકે છે, મૃત્યુને જીતી શકે છે કે જે પ્રભુને સમ્યક્ રૂપે પ્રાપ્ત કરી લે છે. હકીકતમાં સાચું એ જ છે કે સિદ્ધ સિવાય બીજું કોઈ મૃત્યુંજય નથી હોતું. માત્ર સિદ્ધ અને મુક્ત આત્મા જ મૃત્યુંજય છે. પ્રભુને મેળવનાર જ મૃત્યુંજય અને અમર હોય છે. સિદ્ધ સિવાયના તમામ મરણધર્મા છે. તર્કશાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે માનવી મરણધર્મા છે. તેનું કારણ પણ બતાવવામાં આવ્યું છે – મનુષ્યત્વાત્ એ માણસ હોવાને કારણે મરણધર્મા છે. જેવી રીતે દેવદત્ત માણસ હોવાને કારણે મૃત્યુ પામ્યો તેવી જ રીતે સાગરદત્ત પણ માણસ હોવાને કારણે મૃત્યુ પામશે. કોઈ માણસ અમર ન હોઈ શકે. જે દેવોને અમર કહેવામાં આવે છે તેઓ પણ વાસ્તવમાં અમર નથી. તેમના જીવનની પણ એક અવિધ હોય છે. એક સમય એવો આવે છે કે તેઓ મૃત્યુ પામે છે. માત્ર વિશુદ્ધ આત્મા, શરીરમુક્ત ૮૮ = ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org