________________
S
૧૨. ગુણોત્કીર્તન
ભક્તામરનું પ્રથમ પદ – “ભક્ત'. જ્યાં આ ભક્તિનો સ્ત્રોત છે, ભક્તિરસથી પરિપૂર્ણ છે ત્યાં તેમાં તત્ત્વજ્ઞાન અને દર્શન પણ છે, આચાર અને વ્યવહાર પણ છે. ભક્તિનું સૂચક પદ છે – “તામ્”. કોઈ મોટા માણસને “તું” અથવા “તમે કહીએ તો તેને સારું નહિ લાગે. લોકો “તમે શબ્દપ્રયોગને ખરાબ માની લે છે. તેથી “આપ” કહેવું પડે છે. “આપ” શબ્દમાં રસ તો નથી, પરંતુ વ્યક્તિ એમ માનીને “આપ” શબ્દનો પ્રયોગ કરે છે કે અમુક વ્યક્તિ અમુક માણસ મોટો છે. ભગવાન પણ મોટા છે, પરંતુ તે ભક્ત કરતાં મોટા નથી.
પ્રશ્ન થયો – “મોટું કોણ છે ? કહેવામાં આવ્યું – “પૃથ્વી મોટી છે.” “શું પૃથ્વીથી મોટું કોઈ નથી ?
“પૃથ્વી કરતાં મોટો સમુદ્ર છે. પૃથ્વીનો ભાગ ખૂબ નાનો છે, જળનો ભાગ ઘણો મોટો છે.” *
“શું સમુદ્ર કરતાં મોટું કોઈ નથી ? આકાશ સમુદ્ર કરતાં મોટું છે. તેમાં બધું જ સમાયેલું છે.” તર્ક આગળ ચાલ્યો – “આકાશ કરતાં મોટું કોણ છે ? આકાશ કરતાં મોટા છે ભગવાન. તેમનામાં આકાશ સમાયેલું છે.' “શું ભગવાન સૌથી મોટા છે ?'
ના, ભગવાન કરતાં મોટો છે ભક્ત. ભક્તના હૃદયમાં ભગવાન સમાઈ જાય છે, તેથી ભક્ત ભગવાન કરતાં પણ મોટો છે.”
ભક્ત મોટો છે તેથી તે ભગવાન માટે “ત્યામ” – “તું” શબ્દપ્રયોગ કરી શકે છે. જો તે મોટો ના હોત તો તેને “તું” ના કહેવું પડત. ભક્તિ એટલી મહાન હોય છે કે તેમાં “તું”નો પ્રયોગ થાય છે. જો “તું” ના હોત તો ભક્તિરસ જ ૮૬. ભક્તામર અંતસ્તલનો સ્પર્શ
.
. દીકરી પર્સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org