________________
છે તો શા માટે ? સિદ્ધાંતની એ સમીક્ષા અથવા આલોચના છે. વિવેકશીલ માણસ પોતાના તર્ક અને બુદ્ધિબળ દ્વારા આવી સમીક્ષાઓ કરતો રહે છે.
ભગવતી સૂત્રનો એક પ્રસંગ છે. આર્દ્રકુમાર અને આજીવક શ્રમણોની વચ્ચે સંવાદ ચાલતો હતો. આજીવક શ્રમણોએ અનેક પ્રશ્નો રજૂ કર્યા. આર્દ્રકકુમારે તેમના પ્રશ્નોના ખૂબ તીખા ઉત્તરો આપ્યા. આજીવકે પૂછ્યું કે આપ અમારી નિંદા કરી રહ્યા છો ? ત્યારે આર્દકકુમારે અત્યંત માર્મિક વાત કહી કે, હું કોઈ વ્યક્તિની આલોચના કરી રહ્યો નથી, વિચાર અને દૃષ્ટિની આલોચના કરી રહ્યો છું.
દૃષ્ટિ, વિચાર અથવા મતની આલોચના કરવી એ સર્વમાન્ય વાત છે. સ્તુતિકારે આ શ્લોકમાં કેટલાક શબ્દો પ્રતિકાત્મક મૂક્યા છે. જ્યાં હરિ છે, ત્યાં હરિનું દર્શન છે. જ્યાં હર છે, ત્યાં શૈવદર્શન છે. તેમની સાથે ‘આદિ’ શબ્દનો પ્રયોગ કરીને અનેક એકાન્તવાદી દર્શનો ત૨ફ સંકેત કર્યો છે. એકાન્ત દૃષ્ટિની આલોચના અને અનેકાન્ત દૃષ્ટિનો અભ્યુપગમ બંને આ શ્લોકમાં સ્પષ્ટ પરિક્ષિત છે. માનતુંગનું આ કથન તેનું સ્પષ્ટ સાથ્ય છે કે આ અનેકાન્તદર્શન ભવાંત૨માં પણ મને પ્રભાવિત કરતું રહેશે.
સ્તુતિક્રમમાં માનતુંગ ઋષભની માતાની સ્તુતિ કરતાં કહે છે કે, પ્રભુ ! ધન્ય છે આપની માતાને, જેણે આવા અનુપમ પુત્રને જન્મ આપ્યો ! સેંકડો-હજારો સ્ત્રીઓ પુત્રને જન્મ આપે છે પરંતુ કોઈ માતાએ એવા પુત્રને જન્મ નથી આપ્યો કે જેની સાથે આપની તુલના થઈ શકે. જે મહાપુરુષ હોય છે, તેનાં માતા-પિતાને પણ ધન્યવાદ આપવામાં આવે છે. એવા અનુપમ પુત્રરત્નને જન્મ આપનાર માતાનું ખૂબ મહત્ત્વ માનવામાં આવ્યું છે. પ્રાકૃત અને સંસ્કૃત સાહિત્યમાં આ વિષય ઉપર ખૂબ વિચાર થયો છે કે માતા કેવી હોય, પુત્ર કેવો હોય ? એ માતા, કે જેનામાં કંઈક વિશિષ્ટ અહંતા છે, જેની વિશિષ્ટ આકૃતિ છે, જેનામાં વિશેષ ગુણ છે તેને વિશિષ્ટ પુત્ર જન્મે છે. વર્તમાન આનુવંશિકી સિદ્ધાંતમાં પણ એમ માનવામાં આવ્યું છે કે માતા-પિતા દ્વારા જે સંસ્કારબીજ મળે છે, તે પુત્ર માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે.
ૠષભની માતાનું નામ મરુદેવા હતું. તે એવી માતા હતી કે જેને અધ્યાત્મ જગતમાં વિરલ અને અનુપમ કહેવામાં આવી. એવી કોઈ માતા નથી થઈ કે જે હાથીની અંબાડી ઉપર બેઠાં બેઠાં મુક્ત થઈ ગઈ હોય. ન તો સાધ્વીવેશ ધારણ કર્યો, ન તો સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કર્યું, કશું જ ન કર્યું. માત્ર હાથી ઉપર અંબાડીમાં બેસી રહ્યાં. ભરત ઋષભની વંદના કરી રહ્યો હતો. ભગવાન ઋષભે કહ્યું – ‘મરુદેવા ભગવઈ સિદ્ધા’ – મરુદેવા સિદ્ધ થઈ ગઈ. ભરત એ સાંભળીને અવાક્ બની ગયો. તેણે કહ્યું, ભગવાન ! હજી તો હું હમણાં જ
= ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ॥ ૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org