________________
અધ્યાત્મનું એ મહાનસૂત્ર છે. ઉદય અને અસ્ત થવાના સંદર્ભમાં ચાર પ્રકારના લોકો બતાવવામાં આવ્યા છે
(૧) કેટલાક પુરુષો ઉદિતોદિત હોય છે – પ્રારંભે પણ ઉન્નત અને અંતે પણ ઉન્નત.
(૨) કેટલાક પુરુષો ઉદિતાસ્તમિત હોય છે – પ્રારંભમાં ઉન્નત તથા અંતમાં અનુન્નત.
(૩) કેટલાક પુરુષો અસ્તમિતોદિત હોય છે – પ્રારંભમાં અનુન્નત તથા અંતે ઉન્નત.
(૪) કેટલાક પુરુષો અસ્તમિતાસ્તમિત હોય છે – પ્રારંભે પણ અનુન્નત અને અંતે પણ અનુન્નત.
જે વ્યક્તિમાં મોહકર્મ વિદ્યમાન હોય તે ક્યારેય નિત્યોદય બની શકતી નથી. તેનામાં એક વૃત્તિ શાંત હોય છે તો બીજી વૃત્તિ જાગી જાય છે. ઉદય અને અસ્તનું ચક્ર ચાલ્યા જ કરે છે. ક્યારેક એમ લાગે છે કે જાણે એક વ્યક્તિ શીતલનાથ છે અને ક્યારેક એ જ વ્યક્તિ જ્વાલાનાથ બની જાય છે !
જંગલમાં એક સંન્યાસી ધ્યાન ધરીને બેઠા હતા. ધૂણી ધખાવીને બેઠા હતા. સામે ચીપિયો પડ્યો હતો. એક મુસાફરે જોયું કે સંન્યાસી આંખો બંધ કરીને બેઠા છે. તેનાથી રહેવાયું નહિ. સંન્યાસીની મજાક કરતાં તે બોલ્યો, પાખંડી મોટો ! આ જંગલમાં ધૂણી ધખાવીને બેઠો છે ! સંન્યાસીએ એ સાંભળ્યું. તેણે આંખો ખોલી. તેનામાં આવેશ છલકાયો. સામે પડેલો ચીપિયો ઊઠાવ્યો. ઉગ્ર સ્વરે બોલ્યો, બેવકૂફ ! મને પાખંડી કહે છે ? ઊભો રહે, હું તને બતાવું છું કે હું કેવો છું ! સંન્યાસી ચીપિયો લઈને પેલા મુસાફરની પાછળ પડ્યો. શીતલનાથ જ્વાલાનાથ બની ગયો !
જ્યાં નિત્યોદય ન હોય ત્યાં આવી સ્થિતિ પેદા થતી હોય છે. કેટલીક ક્ષણો એવી હોય છે જ્યારે એમ લાગે કે વૃત્તિઓ શાંત બની ગઈ છે. થોડી વારે બીજું નિમિત્ત મળે છે અને શાંતિ ગાયબ થઈ જાય છે. આક્રોશની વૃત્તિ છલકાવા લાગે છે. એવી વ્યક્તિ નિત્યોદય બની શકતી નથી. સદા ઉદિત એ જ રહી શકે છે કે જેણે પોતાની વૃત્તિઓને ક્ષીણ કરી દીધી હોય, પોતાના મોહને ક્ષીણ કરી દીધો હોય.
આપ સદા ઉદિત રહો છો તેથી રાહુનો ગ્રાસ બનતા નથી. સૂર્ય સાથે તુલના વખતે પણ રાહુગ્રાસની ચર્ચા કરવામાં આવી અને ચંદ્રમા સાથે તુલના કરતી વખતે પણ એ જ ચર્ચા કરવામાં આવી રહી છે. સૂર્ય અને ચંદ્રમા બંનેને રાહુગ્રાસ થાય છે, પરંતુ આપને થતો નથી. એનું તાત્પર્ય એ છે કે કોઈપણ વ્યક્તિ આપના લક્ષ્યમાં બાધક બની શકતી નથી. આવી વ્યક્તિ સિદ્ધયોગી બની જાય છે. તે જે ઇચ્છે તે કાર્ય કરી શકે છે.
ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ ॥ ૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org