________________
ત્યાં મૃત્યુ અને અમરત્વ બંને સાપેક્ષ છે. સ્તુતિકાર પોતાની વાતના સમર્થનમાં કહે છે કે કોઈ દર્શને પદાર્થને ક્ષણિક માની લીધો, કોઈ દર્શને કૂટસ્થ નિત્ય માની લીધો. હે પ્રભુ! આપ ન તો કોઈને ક્ષણિક માનો છો કે ન કોઈને કૂટસ્થ માનો છો. પદાર્થ ક્ષણિક પણ છે અને નિત્ય સ્થાયી પણ છે.
આ તમામ અવધારણાઓને આચાર્યે પોતાના મસ્તિષ્કમાં એકત્ર કરીને માત્ર એટલું જ કહ્યું કે જ્ઞાનનો પ્રકાશ જેવો આપનામાં જોવા મળે છે તેવો અન્યત્ર મળતો નથી. એટલે સુધી કે હરિરસ વગેરેમાં પણ એવું જોવા મળતું નથી. આચાર્ય નામ દઈને અહીં કોઈની ઉપેક્ષા કરી રહ્યા નથી, કે ન તો તેઓ માત્ર શ્રદ્ધાવશ કે ષવશ એમ કહી રહ્યા છે. તેઓ જે કહી રહ્યા છે તે આપ્તત્વની પરીક્ષા કરીને કહી રહ્યા છે.
ન શ્રદ્ધયેવ ત્વયિ પક્ષપાતો, ન દ્વેષમાત્રાદચિ: પરે" / યથાવદા–પરિક્ષયા તું,
–ામેવ વીરપ્રભુમાશ્રિતા સ્મ / યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ન જોઈએ તો એમ લાગે કે આચાર્યે પોતાના આરાધ્યને મહાન દેખાવડવા માટે બીજાઓને નિમ્ન દર્શાવ્યા છે, પરંતુ એવી કોઈ વાત નથી. આમાં ન તો શ્રદ્ધાને કારણે પક્ષપાત છે અને ન તો દ્વેષને કારણે બીજાઓ પ્રત્યે કોઈ અરુચિ છે. કારણ માત્ર એટલું જ છે કે મેં આપ્તત્વની પરીક્ષા કરી લીધી, તેના જ આધારે હું કહી રહ્યો છું કે જેવું જ્ઞાન આપનામાં સ્કુરિત થઈ રહ્યું છે, તેવું જ્ઞાન મને કોઈ અન્ય દર્શનમાં જોવા મળતું નથી. યથાર્થ એ જ છે કે જે તેજ મણિમાં હોય છે, તે કોઈ કાચમાં જોવા નથી મળતું. જો કે કાચ પણ સૂર્યનાં કિરણોનું સાહચર્ય પામીને ચમકે છે, પરંતુ જે આભા અને કાંતિ મણિમાં હોય છે કે કોઈ કાચમાં હોતી નથી.
જ્ઞાનં યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ,
નવું તથા હરિહરાદિષ નાયકેy / તેજ: હુરનું મણિપુ યાતિ યથા મહત્વે,
નવં તુ કાચશકલે કિરણાકુલેડયિા આ શ્લોક અનુભૂતિથી પૂર્ણ છે અને તે અનુભૂતિ એ છે કે જે પ્રકાશ મેં એક સર્વજ્ઞમાં, કેવળજ્ઞાની આત્મામાં નિહાળ્યો, તે અન્યત્ર જોવા મળતો નથી. જે દર્શનને આચાર્ય માનતુંગ સમજ્યા છે, એ દર્શનને તેઓ અભિવ્યક્ત કરી Er wજાય છે.
ા ભક્તામર અંતસ્તલનો સ્પર્શ ૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org