________________
રાજાએ જોર શોરથી બૂમો મારતી તે સ્ત્રીને જોઈ. પોતાના માણસોને આદેશ આપ્યો કે તેને બીજાં વસ્ત્રો પહેરાવી દો. કપડાં તો તેણે પહેલાં જ હતાં, પરંતુ નગ્ન હોવાની વાત વારંવાર કહેવાને કારણે રાજાએ તેને બીજાં વસ્ત્રો આપવાનો આદેશ કર્યો. તે સ્ત્રીએ કહ્યું, “રાજન્ ! વિધવા થયા પછી કપડાં થકી મારી નગ્નતા ઢંકાશે નહિ.”
- રાજાના મનમાં કરુણા છલકાઈ. તેણે કહ્યું, “બોલ, તારે શું જોઈએ ? આ ત્રણેયમાંથી કોઈ એકનું જીવન તું માંગી શકે છે. સ્ત્રી બોલી, “મારા પતિને આપ શિક્ષા કરી શકો છો. પતિ નહિ હોય તો પુનઃ લગ્ન થઈ શકશે. પુત્રને પણ આપ છોડશો નહિ, ફરીથી લગ્ન કર્યા પછી પુત્ર પણ પેદા થશે. આપ મારા ભાઈને મુક્ત કરી દો, કારણ કે મારી માતા મૃત્યુ પામી ચૂકી છે અને હવે બીજો ભાઈ પેદા થઈ શકે તેમ નથી.”
જીવનમાં આટલો બધો વિરોધાભાસ છે. એક તરફ તે એમ કહે છે કે પતિ મૃત્યુ પામે તો દસ ભાઈ હોવા છતાં સ્ત્રી વિધવા ગણાય. બીજી તરફ તે એમ કહે છે કે પતિ અને પુત્રની જરૂર નથી, મારા ભાઈને મુક્ત કરો. જીવનનું જો વિશ્લેષણ કરીએ તો જીવનમાં એટલો બધો વિરોધાભાસ જોવા મળે છે કે જેની કલ્પના પણ કરી શકાતી નથી. સામાન્ય વ્યક્તિની વાત જવા દો, કાલિદાસ જેવા વિશ્રુત મહાકવિઓનાં કાવ્યોમાં પણ અનેક વિરોધાભાસ જોવા મળે છે. એ કોઈ અસ્વાભાવિક વાત નથી, પરંતુ જે વ્યક્તિએ આત્મસાક્ષાત્કાર કરી લીધો, કૈવલ્ય પ્રાપ્ત કરી લીધું તેને માટે કોઈ વિરોધાભાસ રહેતો નથી. જ્યાં આત્મસાક્ષાત્કાર છે ત્યાં કોઈ પૌર્ય રહેતો નથી, કોઈ વ્યવધાન રહેતું નથી. અતીન્દ્રિય જ્ઞાનીની આગળ બેસો કે પાછળ બેસો, કોઈ ફરક પડતો નથી. ભારતીય સાહિત્યમાં ચતુર્મુખની કલ્પના કરવામાં આવી છે. ચતુર્મુખ એને કહેવાય કે જેને ચારે તરફ મુખ હોય, જેને મોં ફેરવીને જોવાની જરૂર ન પડતી હોય. આ ચતુર્મુખ અતીન્દ્રિય જ્ઞાનનું પ્રતીક છે. નંદીસૂત્રમાં કહ્યું છે કે જેને પરમ અવધિ જ્ઞાન થાય છે, તે વ્યક્તિ આગળ જોઈ શકે છે, પાછળ જોઈ શકે છે અને આજુબાજુ પણ જોઈ શકે છે. આવા અતીન્દ્રિય જ્ઞાનીઓની વાણીમાં કોઈ વિસંગતિ નથી હોતી.
સ્તુતિકાર કહે છે કે આપનું અસંવિવાદી જ્ઞાન વિલક્ષણ છે. આપે આત્માનું પ્રતિપાદન કર્યું. આત્મકતૃત્વનું પ્રતિપાદન કર્યું અને આત્માના ત્રિમુખી અસ્તિત્વનું પ્રતિપાદન કર્યું. જેનું અસ્તિત્વ છે તે મૃત્યુ પામતું નથી, તેનામાં માત્ર પરિવર્તન થાય છે. માત્ર સાપેક્ષ દૃષ્ટિએ કોઈને અમર કે કોઈને મરણધર્મા કહી શકાય. અનેકાન્તમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો સિદ્ધાંત સ્વીકારાયેલો છે, તેથી ૦૪પ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ
જાય , કારણ કે સરકાર આકરા SEી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org