________________
૧૧. મૂલ્યાંકનની દ્રષ્ટિ
સ્તુતિનો પ્રવાહ અખ્ખલિત રૂપે ગતિશીલ છે. આચાર્ય માનતુંગે એકવીસમા શ્લોકમાં પોતાના આત્માની વાત કહી, પોતાનું આત્મનિવેદન વ્યક્ત કર્યું. તેમણે કહ્યું, હે પ્રભુ ! હું પહેલાં આપનો અનુયાયી ન બન્યો, પછીથી બન્યો છું. હું પહેલાં કોઈ બીજા દર્શનનો અનુયાયી હતો. મેં વૈષ્ણવદર્શનનો અભ્યાસ કર્યો છે. સાંખ્ય વગેરે અનેક દર્શનોનો અભ્યાસ કર્યો છે. એ તમામનો અભ્યાસ કરીને તેમને જાણ્યા પછી આપનો અભ્યાસ કર્યો. જો કે તે સારું જ થયું, જો હું પહેલાં આપનો અભ્યાસ કરી લેત અને તે દર્શનોનો અભ્યાસ ન કર્યો હોત તો એ વાત મનમાં જ રહી જાત કે કોણ જાણે કયું દર્શન કેટલું સારું હશે ? આ એક સ્વાભાવિક આકાંક્ષા હોય છે. જે એક વસ્તુ વિશે જાણે છે તે અન્યાન વસ્તુઓ વિશે જાણવા માટે ઉત્સુક બને છે. તેના મનમાં તેવો વિચાર જાગે છે કે કોણ જાણે તે કેવું હશે? કેટલું સારું હશે ? એક વ્યક્તિએ દૂધ પીધું, જો તેણે બીજી વ્યક્તિને ઘોવન પીતાં જોઈ હોત તો તે વિચારત કે તે શું પી રહ્યો હશે ? પદાર્થની આકાંક્ષા હંમેશાં રહે છે, પરંતુ જે વ્યક્તિ અનુભવ કરી લે છે, તેની આકાંક્ષા સમાપ્ત થઈ જાય છે. આકાંક્ષાનો એક અર્થ અહીં તહીં જવાની ઇચ્છા એવો છે. આ ઇચ્છા ત્યારે જ વિલીન થાય છે કે જ્યારે માનવીનું મન કોઈ એક શ્રેષ્ઠ વસ્તુમાં કેન્દ્રિત થઈ જાય છે.
ન માનતુંગે હરિ, હર વગેરેનો ઉલ્લેખ કર્યો છે. આ ભાષા છે, તાત્પર્ય નથી. એનો શબ્દાર્થ એ છે કે મેં હરિ, હર વગેરેને જોઈ લીધા છે, જે અન્ય દર્શનોના નાયક છે. તેનો તાત્પર્યાર્થ એ છે કે હરિના દર્શનનો અભ્યાસ કરી લીધો છે, હરના દર્શનનો અભ્યાસ કરી લીધો છે, છયે દર્શનોનો અભ્યાસ કરી લીધો છે. આ તમામનો અભ્યાસ કર્યા પછી મેં આપનો અભ્યાસ કર્યો ત્યારે મને પરમ સંતોષ મળ્યો. માનતુંગે ન તો હરિને જોયા હતા કે ન તો હરને જોયા હતા.
આ કારણ છે. ભક્તામર અંતસ્તલનો સ્પર્શ, બo
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org