________________
0ાકી
૧૦. જ્ઞાનની આરાધના :
પ્રકાશની સાધના
આચાર્ય માનતુંગે ભગવાન આદિનાથની, સ્તુતિના ક્રમમાં અનેક પ્રતીકો અને ઉપમાઓ સાથે તુલના કરી, પરંતુ તુલના માટે ન તો દીપક ઉચિત લાગ્યો, ન સૂર્ય કે ન ચંદ્ર ઉચિત લાગ્યો. જ્યારે કોઈ પણ તુલનામાં તુલ્ય ન મળ્યું ત્યારે સ્તુતિકાર ભક્તિરસમાં ગળાડૂબ બની ગયા. તેઓ ભક્તિના એવા ઉત્તેગ શિખર ઉપર પહોંચી ગયા કે જ્યાં ગયા પછી ભક્તને માત્ર ભગવાન જ દેખાય છે, અન્ય કશું જ દેખાતું નથી. તે ભૂમિકા ઉપર પહોંચીને જે સ્વર નીકળ્યો તે સ્વર અચરજ પમાડે તેવો છે – રાત્રે ચંદ્રમાની શી જરૂર છે? દિવસે સૂર્યની શી જરૂર છે? કોઈ જરૂર નથી. ન રાત્રે આપણને ચંદ્રની જરૂર પડે છે કે ન દિવસે સુર્યની જરૂર પડે છે. શા માટે ? કારણ કે જ્યારે આપનું મુખારવિંદ અંધકારનો નાશ કરી રહ્યું હોય ત્યારે કોઈ અન્ય પ્રકાશની શી જરૂર ? ચંદ્રમા શું આપના મુખારવિંદ કરતાં વિશેષ શાંતિ આપી શકશે? સૂર્ય અને ચંદ્રમા આપના મુખની આભા કરતાં વિશેષ કાંતિમાન નથી.
સ્થૂળ દૃષ્ટિએ જોઈએ તો આ વાત અવ્યાવહારિક જેવી લાગે છે. શું સૂર્ય અને ચંદ્રનો કોઈ વિકલ્પ હોઈ શકે ખરો ? તેના વગર કામ શી રીતે ચાલે ? રાતની શોભા ચંદ્ર થકી છે અને દિવસની શોભા સૂર્ય થકી છે. આચાર્ય માનતુંગ આ બંને સચ્ચાઈને નકારી રહ્યા છે. કારણ કે તેઓ અલગ ભૂમિકા ઉપર પહોંચી ચૂક્યા છે. અલગ અલગ ભૂમિકાઓ હોય છે. આપણે એક જ ભૂમિકાથી નિહાળીએ તો ન્યાય નહીં થાય. આપણે તેનું ઔચિત્ય પણ પ્રમાણિત નહિ કરી શકીએ. આપણે ભૂમિકાનું નિર્ધારણ કરવું પડશે કે, એ વાત કઈ ભૂમિકાએથી કહેવામાં આવી છે. જ્યારે કોઈ ભક્ત ભક્તિના ચરમ શિખરે હોય છે અને તે ૦૦ ભકતામર : અંતસ્તલનો સ્પર્શ જ રાજા ની વાત . , , , ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org