________________
માનતુંગ કહે છે કે, ચંદ્રમા વાદળોની પાછળ છુપાઈ જાય છું, પરંતુ આપનો પ્રકાશમાં ક્યારેય આવૃત્ત થતો નથી. માનતુંગના આ કથનનું હાર્દ એ છે કે આપની નિર્મળ જ્યોતિને રાગનાં વાદળો ક્યારેય ઢાંકી શકતાં નથી. ત્રણ પ્રકારના રાગ બતાવવામાં આવ્યા – કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ. આચાર્ય હેમચંદ્ર લખ્યું છે કે, કામરાગ અને સ્નેહરાગને થોડાક અભ્યાસ દ્વારા અથવા પ્રયત્ન દ્વારા દૂર કરી શકાય છે, પરંતુ જે દૃષ્ટિરાગ છે તે સાંપ્રદાયિક અથવા દાર્શનિક રાગ છે, તે દુરુછેદ છે.
કામરાગાસ્નેહરાગાવીષતકરનિવારણી
દૃષ્ટિરાગતુ પાપીયાન, દુરુચ્છેદઃ સતામપિ // માનતુંગ કહી રહ્યા છે કે, હે પ્રભુ ! આ જે કામરાગ અને સ્નેહરાગનાં વાદળો છે, જે દૃષ્ટિરાગનાં વાદળો છે તે આપના પ્રકાશને ક્યારેય આવૃત્ત કરી શકતાં નથી. તેમના માટે આપ અતીત બની ચૂક્યા છો. આપ તેમનાથી દૂર જઈ ચૂક્યા છો. ખૂબ ગંભીરતામાં જઈને આચાર્યે વિશુદ્ધ આધ્યાત્મિક સ્વરૂપનું ચિત્રણ કર્યું છે. તે આદિનાથ ! આપ મહાન યોગી અને સાધક છો. જેટલા દોષ માનવામાં આવે છે, તે તમામને આપે દૂર કરી દીધા છે. સામાન્ય રીતે અઢાર દોષ અથવા પાંચ આશ્રવ બતાવવામાં આવ્યા છે. આ દોષ વાદળ અથવા ધુમ્મસ બનીછવાઈ જાય છે. આપે આ દોષોનું અપનયન કરી દીધું. તેથી આપનું મુખકમળ અનન્ય કાંતિસંપન્ન બની ગયું. ચંદ્રની કાંતિ અલ્પ હોય છે. તે સમગ્ર જગતને ઉદ્યોતિત નથી કરતો. આપની કાંતિ અનલ્પ છે. આપનું મુખકમળ એટલું બધું તેજસ્વી બની ગયું છે કે તે સમગ્ર જગતને ઉદ્યોતિત કરી શકે છે.
- જ્યારે ભીતરની જ્યોતિ પ્રગટ થાય છે ત્યારે બહારની જ્યોતિ સાથે તેની તુલના થઈ શકતી નથી. આચાર્યે પ્રયત્ન કર્યો - અંતરજ્યોતિની તુલના બહારની જ્યોતિ સાથે કરું. પરંતુ તેમનો એ પ્રયત્ન સફળ ન થયો. ન તો દીપકની જ્યોતિ સાથે તેની તુલના થઈ શકી કે સૂર્યના પ્રકાશ સાથે થઈ શકી અને ન તો ચંદ્રમાના ઉદ્યોત સાથે એની તુલના થઈ શકી. તેથી આચાર્ય માનતુંગે કહેવું પડ્યું કે આપ અપૂર્વ દીપક છો. આપ સૂર્ય કરતાં વિશેષ મહિમા ધરાવો છો. આપ અપૂર્વ શશાંકબિંબ છો.
હકીકતમાં ભીતરનો અંધકાર ભારે જટિલ હોય છે. બહારના અંધકારને દૂર કરી શકાય છે. તેને દૂર કરવાના અનેક ઉપાયો શોધવામાં આવ્યા. બે પથ્થરો ઘસીને વીજળી પેદા કરવામાં આવી. અરણિનાં લાકડાંનું મંથન કરીને તેમાંથી અગ્નિ પેદા કરવામાં આવી. સૂર્ય-ઊર્જા, પાવરહાઉસ વગેરે એટલા ઉપક્રમ છે કે જે બહારના અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કરી દે છે. પરંતુ તે પૈકીનો કોઈપણ ઉપાય અંતર્યોતિની તુલનામાં ટકી શકે તેમ નથી. જે વ્યક્તિમાં અંતરની
જ્યોતિ જાગી જાય છે, તે ખરેખર આદિનાથ બની જાય છે. ૬૮ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ
"ગિઝ કી તારી કા પર જ રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org