________________
ભૂમિકામાં તે જે બોલે છે, તે વાત સાધારણ ભૂમિકાની વાત નથી હોતી. મીરાંએ જે કહ્યું તે દરેક સ્ત્રી કહી શકતી નથી. સૂરદાસે જે કહ્યું, તુલસીદાસજીએ જે કહ્યું તે પ્રત્યેક માણસ કહી શકતો નથી. તે ભૂમિકાનું જગત જ નિરાળું છે.
મીરાં એક વખત વ્રજભૂમિમાં ગઈ, ત્યાં એક પ્રસિદ્ધ સંત હતા જીવાસ્વામી, મીરાંએ તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. જીવાસ્વામીનો સંકલ્પ હતો કે તેઓ કોઈ પણ સ્ત્રીને મળશે નહિ. મીરાં તેમના નિવાસસ્થાને ગઈ, તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. જીવાસ્વામીએ કહેવડાવ્યું કે તેઓ કોઈ પણ સ્ત્રીને મળતા નથી. મીરાંએ તરત જ પ્રત્યુત્તર પાઠવ્યો કે, ‘હું તો વ્રજમાં એમ વિચારીને આવી હતી કે અહીં માત્ર ગોપીઓ જ ગોપીઓ છે, પરંતુ હવે ખબર પડી કે તે સિવાય અન્ય પણ કોઈ અહીં રહે છે.’ આ પ્રત્યુત્તરમાં છુપાયેલા મર્મને સમજીને જીવાસ્વામી તરત જ મીરાંબાઈની સન્મુખ આવીને ઊભા રહ્યા.
ભક્તિના શિખર ઉપર ઊભેલી વ્યક્તિ જે વાણીમાં બોલે છે, તે વાણીની તુલના આપણે સામાન્ય વાણી સાથે કરી શકીએ નહિ. તે તદન અલગ જ વાત હોય છે. ઇતિહાસ સાક્ષી છે કે જેટલા પણ અલૌકિક ભક્તો પેદા થયા, તેઓ અનુત્તર ભૂમિકા પ્રાપ્ત કરી ચૂક્યા હતા. તેમણે જ્યારે પણ ભક્તિમાં અભિસ્નાત થઈને જે કોઈ વાત કહી તે વાત સામાન્ય માણસને સમજવામાં ઘણો સમય લાગ્યો. મૂર્ધન્ય ભક્તો, કવિઓ દ્વારા કહેવાયેલી વાતના આજ સુધીમાં કોણ જાણે કેટકેટલા અને કેવા કેવા અર્થ વ્યક્ત થઈ રહ્યા છે ! સૌ પોતપોતાની દૃષ્ટિ મુજબ તેનો અર્થ કરે છે. કોઈ સામાન્ય માણસ ચંદ્ર અને સૂરજને વ્યર્થ કહી શકે નહિ. તે એમ નથી કહી શકતો કે તેને તેમની જરૂર નથી, પરંતુ જ્યારે કોઈ ભક્ત-માનસ ભગવાનમાં જ પ્રકાશ નિહાળે છે અને ભગવાનમાં જ શાંતિનો અનુભવ કરે છે ત્યારે તેને માટે ન ક્યાંય અન્યત્ર પ્રકાશ હોય છે કે ન ક્યાંય અન્યત્ર શાંતિ હોય છે. આવી અવસ્થામાં તે કહી શકે કે – હે ભગવાન ! મારે આપના સિવાય અન્ય કોઈની જરૂર નથી. રામભક્ત હનુમાન વિશે જાણીતી વાત છે કે તેઓ જડ-ચેતન તમામમાં રામની જ છબી નિહાળતા હતા. સીતા દ્વારા મળેલો હાર તોડીને તેમાં પણ તેમણે રામને જ શોધવાની કોશિશ કરી હતી. જ્યાં આ ભક્તિનો અતિરેક અને શ્રદ્ધાની ચરમ સ્થિતિ હોય છે, ત્યાં ભક્તને માત્ર ભગવાન જ દેખાય છે. તેમના સિવાય અન્ય કશું જ દેખાતું નથી. જે વ્યક્તિની શ્રદ્ધા ચરિત્રમાં છે, વૈરાગ્યમાં છે તેને બીજુ બધું જ ફિક્કું ફિક્કું લાગે છે. અલૌકિક ચિંતનની ધારા અને અભિવ્યક્તિ ભક્તિની ભૂમિકા ઉપર જ થતી હોય છે. તેથી આચાર્ય માનતુંગે જે કહ્યું તેમાં ન તો કશી અતિશ્યોક્તિ છે કે ન કોઈ ઉપેક્ષા છે. તે માત્ર ભક્તિની અભિવ્યક્તિ જ છે.
– ભક્તામર : અંતઃસ્તલનો સ્પર્શ – ૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org