________________
સૌંદર્યમાં સહજ જ આકર્ષણ હોય છે. એક સુંદર છોકરી રસ્તા ઉપર જઇ રહી હતી. એક છોગાળા યુવાને તેને જોઈ, તે મુગ્ધ થઈને ઊભો રહ્યો. તેણે છોકરીને પૂછ્યું, ‘મારે તને કંઈક કહેવું છે. શું તું મારી સાથે વાત કરીશ ?' છોકરી હોશિયાર હતી. તેણે કહ્યું, ‘કદાચ મને સુંદર જોઈને જ તું આવી વાત કરી રહ્યો છે. મારી પાછળ મારી બહેન આવી રહી છે, તેને જોઈને તું મને ભૂલી જઈશ.’ યુવક તરત જ પાછો વળ્યો અને પાછળ આવી રહેલી છોકરી તરફ આગળ વધ્યો. સાક્ષાત અમાસની રાત્રિ જેવી તે છોકરી હતી. તે ઝડપથી દોડીને ફરીથી પેલી છોકરી પાસે પહોંચ્યો અને બોલ્યો, ‘તેં ખોટી વાત કહીને મારી સાથે દગો કર્યો છે.’ છોકરીએ કહ્યુ, ‘દગો મેં તને નથી કર્યો, તું મને દગો કરી રહ્યો છે. મારા કરતાં વિશેષ સુંદર કોઈક અન્ય હોવાની વાત સાંભળીને તું એ તરફ દોડી ગયો હતો.’
સૌંદર્યનું આવું તારતમ્ય સર્વત્ર જોવા મળે છે. એક કરતાં બીજું ચઢિયાતું છે, બીજાં કરતાં ત્રીજું ચઢિયાતું છે અને ત્રીજા કરતાં ચોથું ચઢિયાતું છે. કોને પરમ સુંદર માનવું તે કહેવું મુશ્કેલ છે. પરંતુ એ ધ્રુવ સત્ય છે કે જેને જોઈને મનમાં ક્રોધ જાગે, તે ભલે ગમે તેટલું સુંદર હોય તો પણ વાસ્તવમાં સુંદર નથી. જેની આકૃત્તિ ઉપર છળ-કપટ, માયા અને પ્રવંચના પડછાયા હોય તે ક્યારેય સુંદર ન હોઈ શકે. એવી વ્યક્તિની આકૃતિ પળે પળે બદલાતી રહે છે. એક ક્ષણમાં તે સુંદર અને ભલી લાગે છે, તો બીજી જ ક્ષણે તે ભઠ્ઠી અને કુરૂપ દેખાવા લાગે છે.
માનતુંગસૂરિ ભગવાન આદિનાથની સ્તુતિ કરતાં કહે છે કે, હે ભગવાન ! આવો સુંદર અને શાંતિમય આકાર મેં અન્યત્ર ક્યાંય જોયો નથી. તેથી હું અભિભૂત છું. એ સ્પષ્ટ છે કે આચાર્ય માનતુંગ કોઈ બાહ્ય સૌંદર્ય જોઈને આવું કહી રહ્યા નથી. કોઈ બાહ્ય સૌંદર્યમાં તેઓ અટવાતા જ નથી. જ્યારે અમે અજંટા અને ઈલોરાની ગુફાઓ જોઈ, તેમના સૌંદર્યને નિહાળ્યું ત્યારે મેં એક દીર્ઘ કવિતા લખી. તે કવિતાની એક પંક્તિ આ પ્રમાણે છે ઃ ‘બાહર કા સૌંદર્ય યહાં તો ભીતર કા પ્રતિબિંબ રહા હૈ ’ બહાર જે સૌંદર્ય દેખાય છે, તે ભીતરનું જ પ્રતિબિંબ છે. માનતુંગની વાત અંતરંગ સૌંદર્યના સંદર્ભમાં છે. તેઓ કહે છે કે આપે આપના આત્માને એવો સુંદર બનાવી દીધો, આપની ચેતનાને એવી સુંદર બનાવી દીધી, આપના ભાવોને એવા સુંદર બનાવી લીધા કે હવે તે સૌંદર્ય આપની ભીતર-બહાર ચારે તરફથી ટપકી રહ્યું છે.
આ સૌંદર્યબોધ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કલા અને સૌંદર્ય વગર દર્શનની વાત પણ વિચારી શકાતી નથી. આજકાલ સૌંદર્ય દર્શનની એક શાખા બની ગઈ છે. સૌંદર્યની મીમાંસા કરવામાં આવે છે. અનેક આચાર્યોએ ભીતરના સૌંદર્યને ૪૬ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org