________________
a
*
જ
..
એસ્સૌંદર્યની મીમાંસા
આચાર્ય માનતુંગના મનમાં સ્તુતિની સાથે સાથે અનેક પ્રશ્નો અને અનેક વિકલ્પો જાગી રહ્યા છે. પ્રથમ વિકલ્પ એ જાગ્યો કે આપનું સ્તવન કરવાનું તો ઠીક, પરંતુ આપની કથા કહેવાનું પણ મુશ્કેલ છે. બસ, આપની કથા કહેતો રહું એ જ ઘણું છે. બીજો વિકલ્પ એ જાગ્યો કે આપની સ્તુતિ જ નહિ, આપનાં દર્શન પણ પર્યાપ્ત છે, કારણ કે જે વ્યક્તિએ આપનાં દર્શન કરી લીધાં તેનું મન પછી અન્ય કોઈ પણ ચીજમાં નહિ લાગે. આ એક સત્ય છે. જે સર્વાધિક આકર્ષણનું કેન્દ્ર હોય છે, તેનાં દર્શન થઈ જાય તો પછી નાનીમોટી ચીજોને જોવાનું આકર્ષણ આપોઆપ સમાપ્ત થઈ જાય છે.
માનતુંગ કહે છે કે આપનાં દર્શન જ્યારથી કર્યા છે, ત્યારથી મારી પાંપણો અલપક રહી છે. અનિમેષ નજરે હું જોતો જ રહ્યો છું. આ આંખો હવે અન્ય ક્યાંય સંતોષ પામતી નથી. જ્યાં સુધી આપનાં દર્શન કર્યા નહોતાં, ત્યાં સુધી આ આંખો ચારે તરફ દોડતી હતી – કોઈક પ્રિય વસ્તુનાં દર્શનની ઇચ્છાથી. આપનું દર્શન પરમદર્શન બની ગયું. મારી આંખો આપના તરફ સ્થિર બની ગઈ છે. હવે બીજું કશું જોવાની ઇચ્છા જ રહી નથી.
એક વ્યક્તિને એક દિવસ ચક્રવતની ખીર ખાવા મળી ગઈ. તે ખીર એવી હોય છે કે જે અત્યંત વિરલ દૂધમાંથી બનાવેલી હોય છે. એક લાખ ગાયોનું દૂધ મેળવવામાં આવે છે. તે દૂધને એક હજાર ગાયોને પીવડાવવામાં આવે છે. ત્યાર બાદ તે ગાયોને દોહવામાં આવે છે. પછી તે દૂધમાં વિશિષ્ટ પ્રકારનાં દ્રવ્યો નાખીને ખીર બનાવવામાં આવે છે. આવી ખીર ખાઈને કોણ મુગ્ધ ન બને? તે વ્યક્તિએ ખીર ખાઈને પરમતૃપ્તિનો અનુભવ કર્યો. ચક્રવર્તીનો આદેશ હતો કે રાજ્યના પ્રત્યેક ઘરમાં તેને ખીર-ખાંડનું ભોજન મળવું જોઈએ. બીજે દિવસે તે અન્ય ઘરોમાં જઈને ખીર માંગીને ખાવા લાગ્યો. એક પણ ઘરની ખીરથી તેને ૪૪. ભકતામર અંતસ્તલનો સ્પર્શ . થી જ E જ બોલાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org