________________
'
M
૭. આર્કિચન્યની ઉત્પ્રેરણા
ભગવાન આદિનાથની સ્તુતિનો ક્રમ અવિચ્છિન્ન બનેલો છે. માનતુંગસૂર અનેક સમસ્યાઓમાં અટવાતા અટવાતા ઉકેલની દિશામાં આવી રહ્યા છે. સ્તુતિના ક્રમમાં તેમણે સૌથી પ્રથમ એ દૃશ્ય જોયું, જે આપણી સામે આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ સામે આવે છે ત્યારે સૌ પ્રથમ તેનું મુખ દેખાય છે અથવા તેના પગ દેખાય છે. અનેક આચાર્યોએ પગ જોઈને સ્તુતિ કરી છે. આચાર્ય સોમપ્રભે સિંદુર-પ્રકર ગ્રંથની રચના પૂર્વે ભગવાન પાર્શ્વની સ્તુતિ કરતાં કહ્યું કે, હે પાર્શ્વપ્રભુ ! આપનાં ચરણોના નખનાં કિરણો અમારું રક્ષણ કરે.
સિન્દુરપ્રકરસ્તપઃ કરિશિરઃ ક્રોડે કષાયાટવી, દાવાચિર્નિચયઃ પ્રબોધદિવસઃ પ્રારંભસૂર્યોદયઃ । મુક્તિસ્ત્રીવદનૈકકુંકુમરસઃ શ્રેયસ્તરોઃ પલ્લવઃ, મોલ્લાસ ક્રમયોર્નખદ્યુતિભર પાર્શ્વપ્રભો ! પાતુ વઃ ॥
-
આચાર્ય માનતુંગે આદિનાથના મુખ તરફ ધ્યાન આપ્યું, મુખ જોયું – આદિનાથનું મુખ કેવું છે ? મસ્તિષ્ક અને મુખ - આ બે શરીરનાં મુખ્ય અંગો છે. મુખનું વિશ્લેષણ કરતાં સ્તુતિકારે કહ્યું કે, ‘પ્રભુ ! આપનું મુખ બહુ વિચિત્ર છે. વિચિત્ર એટલા માટે છે કે તે મનનું હરણ કરનારું છે, નેત્રોનું હરણ કરનારું છે. મન ભીતરમાં રહે છે. આંખ દ્વારા ખબર પડી જાય છે કે વ્યક્તિ કઈ તરફ જોઈ રહી છે. પ્રશ્ન જાગ્યો કે આપ નેત્રહારી છો તો કોનાં નેત્રોનું હરણ કરી રહ્યા છો ? કહેવામાં આવ્યું કે આપ સુર, નર અને નાગ ત્રણેયનાં નેત્રોનું હરણ કરનાર છો. આપનું મુખ દેવતાઓનાં નેત્રોનું પણ હરણ કરી લે છે. કોઈપણ દેવ આવે છે અને આપના મુખ તરફ જુએ છે તો તે એકદમ અપલક જોવા લાગે છે. એમ લાગે છે કે જાણે તે ખેંચાઈ ગયો, બંધાઈ ગયો. એવી જ સ્થિતિ માણસ અને નાગકુમારની છે. પ્રસ્તુત સંદર્ભમાં નાગકુમારનો ઉલ્લેખ ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ = ૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org