________________
તે ગુણ કેવા છે ? આ પ્રશ્ન ઉઠાવતાં માનતુંગ કહે છે કે સંપૂર્ણમંડલશશાંકકલા કલાપશભાઃ- આપના ગુણ સંપૂર્ણ ચંદ્રની કલાના સમૂહ સમાન શુભ્ર છે. ચંદ્રમાની જે કલાઓ છે, જે અંશ છે તે એક જગાએ એકત્ર થઈ ગયાં છે. જ્યાં તમામ કલાઓ એકત્ર થઈ જાય ત્યાં ચંદ્રમા સકલ બની જાય છે. જ્યારે કલાઓ વિખરાઈ જાય છે ત્યારે ચંદ્રમા સકલ નથી રહેતો. સકલચંદ્રની કલાઓ સમાન શુભ્ર અને ધવલ છે આપના ગુણો. ગુણોને ધવલની ઉપમા આપવામાં આવી. રંગ બે પ્રકારના હોય છે – શ્વેત અને કૃષ્ણ. બે શબ્દો છે – અંધકાર અને પ્રકાશ. ગુણોને ધવલ અને પ્રકાશ કહેવામાં આવ્યા. દોષોને કૃષ્ણ અને અંધકાર કહેવામાં આવ્યા. આયુર્વેદ અને સાંખ્યદર્શનમાં ત્રણ પ્રકારના ગુણ માનવામાં આવ્યા છે – સત્વ, રજસ્, તમસૂ. સત્વગુણ શ્વેત છે. તમોગુણ અંધકારમય છે. માનતુંગ કહે છે કે આપના જે ગુણ છે તે સત્વગુણ સાથે સંબંધ ધરાવે છે.
- સ્તુતિકાર આગળ કહે છે કે એ ગુણોની વિશેષતા એ છે કે તે ત્રણે જગતનું અતિક્રમણ કરી રહ્યા છે. તે ગુણ આપના પૂરતા સીમિત નથી રહ્યા. ગુણ બે પ્રકારના હોય છે – સ્વાભાવિક ગુણ અને વૈભાવિક ગુણ. જ્ઞાન, દર્શન અને ચારિત્ર – આ ગુણ સ્વાભાવિક છે. ઔદાર્ય, દાક્ષિણ્ય વગેરે ગુણો વૈભાવિક છે. વૈભાવિક ગુણો ક્યારેક ક્યારેક રહે છે, હંમેશાં નથી રહેતા. તેઓ કોઈ ચોક્કસ અવસ્થામાં પ્રગટ થાય છે. બીજી અવસ્થામાં તેમનું પ્રયોજન સમાપ્ત થઈ જાય છે. માનતુંગ કહે છે કે આપનામાં આ બંને પ્રકારના ગુણો છે અને તે સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યા છે.
પ્રશ્ન ઉદ્ભવ્યો કે તે ગુણો જગતમાં પ્રસરી રહ્યા છે તો પ્રસરવાનું સાધન કયું છે ? સ્તુતિકારે કહ્યું કે આ પ્રશ્ન ઠીક છે પરંતુ તેનો ઉત્તર પણ અમારી પાસે છે. આ જે ગુણો છે, તે એક નાથના આશ્રય લઈને રહેલા છે અને તે નાથ ત્રણે જગતનો ઈશ્વર છે. ત્રણેય જગતનો ઈશ્વર કોણ હોઈ શકે ? શું કોઈ એકલી વ્યક્તિ ત્રણેય જગતનો સ્વામી હોઈ શકે? સ્વર્ગ અથવા ઊર્ધ્વલોકનો નાથ ઈન્દ્ર છે. કોઈપણ વ્યક્તિ ઊર્ધ્વલોકનો એકલો નાથ નથી. ઊર્ધ્વલોકમાં અનેક ઈન્દ્ર છે. મનુષ્યલોકમાં અનેક રાષ્ટ્ર છે. જેટલાં રાષ્ટ્ર છે, તેટલા જ રાજા, શાસક અથવા રાષ્ટ્રપતિ છે. નીચે પાતાળલોક છે. ત્યાં પણ અનેક નાથ અને સ્વામી છે. સમગ્ર જગતનો ઈશ્વર કોઈ એક નથી. જે ઊર્ધ્વલોકનો સ્વામી છે, તે મનુષ્યલોક અને પાતાળલોકનો સ્વામી નથી. જે મનુષ્યલોકનો સ્વામી છે તે ઊર્ધ્વલોક અને પાતાળલોકનો સ્વામી નથી. તો પછી ત્રણેય લોકનો ઈશ્વર કોણ હોઈ શકે? શું કોઈ પણ રાજા, સમ્રાટ કે શાસક એવો છે કે જે સમગ્ર જગતનો ઈશ્વર હોય ? ત્રણેય જગતનો ઈશ્વર કોને કહી શકાય ? ૫૪ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ
રહી છે , એ જ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org