________________
માટે ભયની કોઈ વાત નથી. સિંહ કોઈ મૃગ શાવક ઉપર આક્રમણ કરે તો સિંહની તુલનામાં શક્તિની દૃષ્ટિએ નગણ્ય હોવા છતાં મૃગલી તેનો પ્રતિકાર અવશ્ય કરશે. માણસ હોય કે વન્યજીવ, પોતાના બાળક પ્રત્યે સૌ કોઈને સ્વાભાવિક સ્નેહ હોય છે. તેની સુરક્ષા માટે તે જીવ સટોસટની બાજી લગાવે છે. તે આવું શા માટે કરે છે? તેની પશ્ચાદ્ભૂમાં કયું પ્રેરક તત્ત્વ છે ? એ છે સંતાન પ્રત્યેનો પ્રેમ. પ્રેમનો સંવેગ એટલો પ્રબળ બની જાય છે કે ભય તેની નીચે દબાઈ જાય છે.
કર્મશાસ્ત્રીય દૃષ્ટિએ જોઈએ તો આ સંદર્ભમાં એક નવું રહસ્ય ઉદ્ઘાટન પામે છે અને તે એ છે કે બે કર્મોની પ્રકૃત્તિઓ કે જે પરસ્પર વિરોધી છે, તેમનો એકસાથે વિપાક થતો નથી, અલગ-અલગ વિપાક થાય છે. એટલે કે જે સમયે ક્રોધનો વિપાક તીવ્ર બને છે તે સમયે ભયનો વિપાક મંદ થઈ જાય છે. કોઈ સૈનિક યુદ્ધમાં જતી વખતે ડરતો કેમ નથી ? યુદ્ધમાં મૃત્યુ પણ નિપજી શકે છે, તેથી તેણે ડરવું જોઈએ. પરંતુ તે એટલા માટે ડરતો નથી કે તે વખતે ક્રોધ, ઉત્તેજના અને શત્રુને ખતમ કરવાનો સંવેગ એટલો બધો પ્રબળ બની ગયો હોય છે કે તેની નીચે મૃત્યુના ભયનો સંવેગ દબાઈ જાય છે. જ્યારે કોઈ વેપારી અપ્રામાણિક કે ગેરકાનૂની કામ કરે છે ત્યારે તેને પકડાઈ જવાનો ભય લાગે છે, પરંતુ લોભનો સંગ એટલો બધો પ્રબળ બને છે કે તેની સામે પકડાઈ જવાનો ભય દબાઈ જાય છે. જ્યારે એક સંવેગ પ્રબળ બને છે ત્યારે બીજો સંવેગ તેની આગળ દબાઈ જાય છે.
એક માણસે એક યુવકનો ઉપહાસ કરતાં કહ્યું કે મેં અમુક માણસ સાથે તારી પત્નીને રાત્રે વાતો કરતાં જોઈ હતી. યુવકનો આવેશ તરત જ પ્રબળ બની ગયો. હાથમાં લાકડી લઈને તે દરવાજા પાસે ઊભો રહ્યો અને બોલ્યો, આવવા દો એને, હું તેનું માથું ફોડી નાખીશ ! થોડીક ક્ષણો વીતી. સંવેગ થોડો મંદ બન્યો. તે એમ વિચારીને ચોંકી ઊયો કે અરે, મારાં તો હજી લગ્ન જ નથી થયાં ! સંવેગ પ્રબળ થયા પછી યથાર્થનું જ્ઞાન ખૂબ ઘટી જાય છે. લડાઈ-ઝઘડામાં માત્ર શરીર જ નથી લડતું, સંવેગ પણ લડે છે. ચૂંટણીનો સમય હતો એક માણસે ઉમેદવારને કહ્યું, “એ તમને ગંદી-ગંદી ગાળો આપે છે. ઉમેદવારનો આવેશ પ્રબળ બની ગયો. આવેશની પ્રબળતામાં યથાર્થની શોધનો પ્રશ્ન ઊડી ગયો. અમુક વ્યક્તિએ ગાળો આપી છે કે નહિ એ વાતની માહિતી મેળવ્યા વગર જ તે બોલી ઊઠ્ઠયો કે મને ચૂંટણી જીતી જવા દો, પછી જુઓ, તેની કેવી દશા કરું, છું ! આ સંવેગની પ્રબળતાનું નિદર્શન છે.
હકીકતમાં આ બધો ખેલ સંવેગોનો છે. માનતુંગમાં ભક્તિનો સંવેગ પ્રબળ બની ગયો. તેમણે કહ્યું કે કાંઈ નહિ, મારામાં બુદ્ધિ ભલે ઓછી હોય ૨૮. ભકતામર : અંતસ્તલનો સ્પર્શ . . .
. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org