________________
સ્તવન કરનાર વ્યક્તિની સામે એટલી સ્પષ્ટતા હોવી જોઈએ કે હું કોઈ સામ્યયોગીની સ્તુતિ કરી રહ્યો છું. મારી અંદર સામ્યયોગનો વિકાસ થઈ રહ્યો છે. સામ્યયોગ દ્વારા જે લાભ નિષ્પન્ન થશે, તેના થકી અનેક જન્મોનાં સંચિત પાપોની સાંકળ તૂટી જશે. એવા આત્મવિશ્વાસપૂર્વક જે વ્યક્તિ સ્તુતિ કરે છે, તે ખરેખર પાપમુક્ત થઈ જાય છે. આવા મનન સહિત સ્તુતિનું મહત્ત્વ બતાવવામાં આવ્યું, એ જ મનન સહિત સ્તુતિકારે સ્તવનનો પ્રારંભ કર્યો. માનતુંગની સામે એક અન્ય સમસ્યા ઉદ્દભવી. તેમણે વિચાર્યું કે આરાધ્ય બહુ મોટા છે અને આરાધ્યની સ્તુતિ કરવી એ પણ બહુ મોટું કામ છે. જ્યારે મોટું કામ કરવાનો પ્રશ્ન હોય ત્યારે પ્રત્યેક વ્યક્તિએ પોતાની શક્તિને માપવી જોઈએ. તેણે અશક્ય કામ ન કરવું જોઈએ, કારણ કે અસંભવને નિષ્પન્ન કરનાર શક્તિ તેની પાસે નથી. અલ્પબુદ્ધિવાળી વ્યક્તિ માટે કોઈપણ કામ કરવાનું ખૂબ મુશ્કેલ હોય છે. કાર્ય કરતાં પહેલાં શક્તિને માપવી ખૂબ આવશ્યક છે.
માનતુંગે આ પ્રશ્ન તરફ ધ્યાન આપ્યું - હું જે વ્યક્તિની સ્તુતિ કરવા ઈચ્છું છું, તેની સ્તુતિ કરવાનું સામર્થ્ય- બુદ્ધિ મારામાં છે કે નહિ. એ તરફ ધ્યાન આપ્યું તો અનુભવ થયો કે બુદ્ધિ તો ખૂબ સાંકડી અને ટૂંકી છે. કામ ખૂબ મોટું છે અને તેને સિદ્ધ કરવા માટે શક્તિ ખૂબ ઓછી છે. મનમાં વિકલ્પ જાગ્યો કે સ્તુતિ કરું કે ન કરે ? સ્તુતિ ન કરવી એ પણ એક કમજોરી છે. જે કામ હું કરવા ઈચ્છતો હોઉં, અને તે ન કરું એ દુર્બળતા કહેવાય. જે વ્યક્તિ મોટાં કામ આવે ત્યારે પોતાની કમજોરીનો અનુભવ કરે છે તે વ્યક્તિ આગળ વધી શકતી નથી. તેથી નિરાશ ન થવું જોઈએ. કોઈક ઉપાય શોધવો જોઈએ.
આચાર્ય માનતુંગે ઉપાય શોધ્યો અને ઉપાય મળી પણ ગયો. તેમણે કહ્યું હે પ્રભુ એ સમસ્યા તો છે એ જ કે મારી શક્તિ અલ્પ છે, બુદ્ધિ અલ્પ છે પરંતુ હું જે વ્યક્તિની સ્તુતિ કરી રહ્યો છું તેનાં અનંત પ્રભાવ અને અનંત સામર્થ્યનો લાભ મને મળશે. જેની સ્તુતિ કરી રહ્યો છું તે કમજોર હોત તો તે શક્તિ પ્રાપ્ત ન થાત અને તેની સ્તુતિમાં હું લીન પણ ન થઈ શક્યો હોત. આપનો પ્રભાવ બીજા લોકોને પ્રભાવિત કરે છે. મને હવે વિશ્વાસ બેસી ગયો છે કે કામ મોટું છે, બુદ્ધિ અલ્પ છે પરંતુ મારા માટે તે ચિંતાનો કોઈ વિષય નથી કારણ કે મારી પાછળ ભગવાન ઋષભના પ્રભાવનું આભામંડળ રચાયેલું છે. તેથી મારું કામ સંપન્ન થઈ જશે.
એક વિકલ્પ સમાપ્ત થઈ ગયો. સ્તુતિના ક્રમને આગળ વધારતાં, તેની પૂર્વે જ અન્ય એક વિકલ્પ પેદા થયો - હું જે સ્તુતિ કરી રહ્યો છું તે મારી સ્તુતિ સ્વીકૃતિ પામશે કે નહિ ? મને લોકો એટલું સન્માન આપશે કે નહિ ? મારી સ્તુતિ બીજા લોકોના ચિત્તને પ્રભાવિત કરશે કે નહિ? જો મારી સ્તુતિ કોઈના કો કે
કરે . ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org