________________
છોડ કે વનસ્પતિ સમાન પ્રાણી હોય છે, વિકસિત પ્રાણી નથી હોતો. જેનામાં અધ્યાત્મની ચેતના જાગી જાય છે, તે વ્યક્તિ આ કથાઓમાં રસ નથી લેતી. તેની કથા પછી બીજા પ્રકારની બની જાય છે.
માનતુંગ આચાર્ય કહે છે કે, ‘આપની સ્તુતિ તો ઘણી મોટી વાત છે, તેમાં હું સક્ષમ નથી, તેથી આ કામને હું અન્ય યોગ્ય લોકો માટે છોડું છું. હું આપની કથા કહી શકું એ જ મારે માટે તો ઘણું છે.’ પોતાના આ કથનને તેઓ એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરે છે. સૂરજ ધરતીથી અનંત ઊંચાઈ ઉપર છે, છતાં તેનું એક નાનકડું કિરણ સરોવરમાં રહેલા કમળને વિકસિત કરી દે છે. એ નાનકડા કિરણનું માહાત્મ્ય છે કે તે ધરતી ઉપર હજારો-લાખો કમળોને વિકસિત કરી દે છે. આચાર્ય માનતુંગ આદિનાથ ભગવાનના સ્તવનને સૂર્ય સમાન સમજીને કહે છે કે તે દૂર હોય કે નજીક, તેનું એક કિરણ મળી જાય તો મારું હૃદયકમળ ખીલી ઊઠશે.
આસ્તાં તવ સ્તવનમસ્તસમસ્તદોષ, ત્વત્સંકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ । દૂરે સહસ્રકિરણઃ કુરુતે પ્રભૈવ, પદ્માકરેવુ જલજાનિ વિકાસભાજ઼િ ।।
ૠષભની આ કથા આચાર્યે આત્મકર્તૃત્વવાદથી શરૂ કરી. જૈનદર્શનમાં આત્મા જ પ્રમાણ છે, પુરુષ જ પ્રમાણ છે. અન્ય કોઈ વાતનું પ્રામાણ્ય નથી. મોટે ભાગે દાર્શનિકો ગ્રંથોને પ્રમાણ માને છે, વેદ પ્રમાણ છે, પુરાણ પ્રમાણ છે, બાઇબલ પ્રમાણ છે, કુરાન પ્રમાણ છે. તેમની દૃષ્ટિએ આ ગ્રંથોથી મોટું કોઈ પ્રમાણ નથી, પરંતુ કોઈ જૈનદાર્શનિકને પૂછવામાં આવે કે સ્વતઃ પ્રમાણ કોણ છે ? સ્થાનાંગસૂત્ર પ્રમાણ છે ? ઉત્તરાધ્યયનસૂત્ર પ્રમાણ છે ? તો તે કહેશે કે ના, આગમ પ્રમાણ છે. પ્રશ્ન થશે કે આગમ કોણ છે ? કહેવામાં આવ્યું કે જે યથાર્થવક્તા અને યથાર્થવેત્તા છે, તે આગમ છે. તે આગમપુરુષ છે. વળી પાછો પ્રશ્ન થશે કે આપણે તો આચારાંગને આગમ કહી છીએ, સૂત્રકૃતાંગને આગમ કહીએ છીએ. ઉત્તર આપવામાં આવ્યો કે, ‘ઉપચારાત આપ્તવચનં ચ’ આ ઉપચારોથી આપ્તવચન છે, પરંતુ સ્વતઃ પ્રમાણ નથી. સ્વતઃ પ્રમાણ છે – કેવળજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, ચતુર્દશપૂર્વી અને દશપૂર્વી. આ સ્વતઃ પ્રમાણ છે, આગમ છે શેષ ઉપચારથી આગમ છે, વાસ્તવિક આગમ નથી. જૈનદર્શનમાં પુરુષને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પુરુષ જ પ્રમાણ છે, એ જ આગમ છે, કારણ કે જૈનદર્શન આત્મકર્તૃત્વને સ્વીકારે છે. તેમાં આત્માનો સ્વીકાર છે અને પરમાત્માનો અસ્વીકાર છે. તે પરમાત્મા કે જે બીજાઓના ભાગ્યનું નિર્માણ કરે છે, નિર્ણય કરે છે, તે પરામાત્મા જૈનદર્શનને માન્ય નથી. જ્યાં પરમાત્મવાદ કે = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org