________________
સમતાની સાધનાનો અર્થ છે આત્માની અનુભૂતિ. ભગવાન ઋષભે ખાત્મ-સાક્ષાત્કાર કર્યો, આત્માનો અનુભવ કર્યો અને આત્માનું પ્રતિપાદન કર્યું. મમતા સહજ રીતે પ્રગટ થઈ ગઈ. તેમનો સામ્યયોગ અત્યંત વિલક્ષણ છે. ઋષભના સામ્યયોગની જૈન, જૈનેતર સાહિત્યમાં વિસ્તારથી ચર્ચા જોવા મળે છે. એ મહાપુરુષની સ્તુતિ કરવી કે જે સામ્યયોગના પ્રતીક છે, પ્રશસ્ય ઉપક્રમ છે અને તે પ્રશસ્ય ઉપક્રમ એટલા માટે છે કે તેમની સ્તુતિ કરનાર પણ સામ્યયોગ તરફ પ્રયાણ કરે છે. સ્તુતિ કરનાર વ્યક્તિ જ્યાં સુધી પોતાના આરાધ્યની સાથે એકાત્મકતા અને તાદાભ્ય સ્થાપિત નથી કરતી ત્યાં સુધી તે સ્તુતિ કરવાની અધિકારી પણ નથી બનતી, સ્તુતિનો કોઈ વિશેષ લાભ પણ તે નથી પામી શક્તી. લાભ મેળવવા માટે સામીપ્ય સ્થાપિત કરવું તથા એકાત્મકતાનો અનુભવ કરવો જરૂરી છે.
કોઈ સામ્યયોગીની સ્તુતિ કરવી એટલે સામ્યયોગમાં ચાલ્યા જવું, સમતાની સિદ્ધિ મેળવી લેવી. જ્યાં સમતા છે ત્યાં એ તદન ઉપયુક્ત પ્રયોગ છે કે ઋષભની સ્તુતિ દ્વારા ક્ષણવારમાં સેંકડો જન્મોનાં સંચિત પાપ ક્ષીણ થઈ જાય છે. સામ્યયોગની સાધના કરનાર ક્ષણભરમાં જે પાપોને ક્ષીણ કરે છે, તે પાપોને તીવ્ર તપસ્યા કરનાર પણ સહજરૂપે ક્ષીણ નથી કરી શકતો. તેથી કહેવાયું છે કે અનેક જન્મોની તપસ્યા કરનાર કર્મોને એટલાં ક્ષીણ નથી કરી શકતો કે જેટલો સામ્યયોગી ક્ષણભરમાં કરી લે છે. આ સામ્યયોગના માહાભ્યના સંદર્ભમાં માનતુંગની વાણીનું મૂલ્યાંકન કરીએ. એમ પ્રતીત થાય છે કે તેમણે કેવળ સ્તુતિના ભાવાવેશમાં તણાઈ જઈને જ આ વાત નથી કહીં, પરંતુ ભગવાન ઋષભના સ્વરૂપને ધ્યાનમાં રાખીને આ વાત કહી છે. માનતુંગનો આરાધ્ય, આત્મા અને સમતાનું પ્રતીક છે એટલા માટે એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. તેમાં અર્થવાદ પણ નથી. તે યથાર્થવાદ છે. કહેવાય છે કે ધ્યાનની સાધના કરનાર અઢી મિનિટમાં જેટલાં કર્મોને ક્ષીણ કરે છે, તેટલાં કર્મોને દીર્ઘ તપસ્યા કરનાર લાંબા સમયે પણ ક્ષીણ નથી કરી શકતો. ધ્યાનની, સાધનાની નિષ્પત્તિ છે - સમતા. જે વ્યક્તિના જીવનમાં ધ્યાનની સાધના છે, ત્યાં સમતાનો ઉદય થાય છે. તેની નિષ્પત્તિ ઉપર પહોંચી જનાર તો ઘણાં કર્મોને ક્ષીણ કરે છે. માટે સ્તુતિકારનું આ વાક્ય ઘણું યુક્તિયુક્ત અને ગંભીર ચિંતનનું પરિણામ છે. તેમણે આ વાતને જે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરી છે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અંધકાર એટલો વ્યાપક અને એટલો ગાઢ હોય છે કે પૃથ્વીને જાણે અંધકારમાં ડૂબાડી દે છે. ક્યાંય, કશું જણાતું નથી. સૂર્યોદય થાય છે, અંધકારની ખબર પણ નથી પડતી. જે અંધકાર આટલો ગાઢ હતો, આટલો સઘન હતો તે એક સૂર્યનું આગમન થતાં જ વિલીન થઈ જાય છે.
કથા છે. જયા નામ કાજય બાદ માલ" જ . ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org