________________
પરંતુ ભક્તિ તો છે ને ! હું તેના આધારે સ્તુતિ કરીશ. જ્યારે એક અબોલ પ્રાણી પણ પોતાના બાળકના રક્ષણ માટે સિંહ જેવા શક્તિશાળી પ્રાણીનો પ્રતિકાર કરવા તૈયાર થઈ જાય છે ત્યારે તેને પોતાની શક્તિનું ભાન નથી રહેતું, તો હું શા માટે મારા બુદ્ધિબળની અલ્પતાનો વિચાર કરું?
ભાવોની પ્રબળતાનો એક ઉત્કૃષ્ટ પ્રસંગ છે. શિકારીએ ધનુષ્ય ઉપર બાણ ચઢાવીને હરણીને મારવા ઇછ્યું. હરણી સમજી ગઈ કે હવે બચવાનું મુશ્કેલ છે. તેણે શિકારીને અત્યંત કરુણ સ્વરમાં કહ્યું –
આદાય મંસમખિલં સ્તનવર્જિતાંગાત્, માં મુચ્ચ વાગરિક ! યામિ કુરુ પ્રસાદમ્
અદ્યાપિ શસ્યકવલગ્રહણાનભિજ્ઞા
મન્માર્ગવીક્ષણપરા શિશવો મદીયાઃ // હે શિકારી! તું પહેલાં મારી એક વાત સાંભળ, પછી મને મારજે. મારી વિનંતી માત્ર એટલી જ છે કે તું મને મારીને મારા સમગ્ર શરીરનું માંસ લઈ લે. બસ, મારા બે સ્તન રહેવા દે. મારે બે નાનાં બચ્ચાં છે, તેમણે હજી ઘાસ ખાવાનું શરૂ નથી કર્યું. તે બન્ને અત્યંત આતુરતાપૂર્વક મારી પ્રતીક્ષા કરી રહ્યાં હશે. મારા ઉપર નહિ તો મારાં બંને બાળકો ઉપર દયા કરીને થોડીક વાર માટે મને જવા દે.”
આ કોણ બોલી રહ્યું છે ? પ્રેમનો સંવેગ બોલી રહ્યો છે. જ્યારે જ્યારે પ્રીતિ, ભક્તિ અને શ્રદ્ધાનો સંવેગ પ્રબળ બને છે ત્યારે ત્યારે બુદ્ધિ ગૌણ બની જાય છે, અન્ય સંવેગો પણ ગૌણ બની જાય છે. આચાર્ય માનતુંગ શ્રદ્ધા અને ભક્તિના સહારે ભગવાનની સ્તુતિ કરવા ઈચ્છે છે. બુદ્ધિની અલ્પતાને કારણે સ્તુતિ ન કરી શકવાની ચિંતામાં જે સંકલ્પ ડગમગી રહ્યો હતો, તે શ્રદ્ધા અને સંકલ્પનો સહારો પામીને સ્થિર થઈ ગયો. તેઓ બોલી ઊઠ્યા -
અલ્પશ્રુતં શ્રતવતાં પરિહાસધામ, ત્વદ્ભક્તિરેવ મુખરી કુરુતે બલાનું નામ યકોકિલ કિલ મધૌ મધુર વિરૌતિ,
તચ્ચારુચાગ્રકલિકાનિકરૈકહેતુ: // મોટા મોટા જ્ઞાનીઓ અને પંડિતો ભલેને મારા આ પ્રયાસની ઠેકડી ઉડાડે, મને ક્ષુદ્ર સમજીને ભલે મારો ઉપહાસ કરે, પરંતુ હું ભગવાન ઋષભની ભક્તિ કરીશ. તેમણે વિચાર્યું કે કોયલ ત્યારે જ બોલે છે જ્યારે આંબા ઉપર હોર બેસે છે. આશ્રમંજરીઓ ખાધા પછી જ તેનામાં સૂરિલી કફક આવે છે. કોયલની મીઠી કૂહુકનું કારણ આશ્રમંજરી છે. આ રીતે ભલેને હું અલ્પજ્ઞાની હોઉં, પરંતુ આ સ્તુતિ કરવાની પ્રેરણા તો આપની જ છે. ફ, HDટ કરાચી આ કલમ નામ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ . ૨૯ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org