________________
થયો છે. બુદ્ધિ એ વિજય માટેના એક પ્રકારની કામધેનુ છે. આચાર્ય માનતુંગે વિચાર્યું કે મેં સંકલ્પ તો કરી લીધો છે, જેમની પાદ-પીઠ દેવતાઓ દ્વારા પૂજિત છે, તેઓની સ્તુતિ કરવાનો મેં સંકલ્પ કરી લીધો છે, પણ મારામાં બુદ્ધિબળનો સંપૂર્ણ અભાવ છે. સ્તુતિનો સંકલ્પ શી રીતે પૂર્ણ થશે ? શું સંકલ્પનું પૂર્ણ ન થવું મારા માટે શરમજનક નહીં બને ?
માનતુંગ આ વિકલ્પના સંદર્ભમાં કહે છે કે, ભંતે ! બુદ્ધિ ઓછી હોવી તે મારા માટે ખેદજનક બાબત નથી, કારણ કે હું આપની સમક્ષ પોતાને એક બાળક સ્વરૂપે પ્રસ્તુત કરી રહ્યો છું. બાળક એ કામ કરી શકે છે કે જે કોઈ સમજદાર વ્યક્તિ પણ નથી કરી શકતી. આચાર્ય આ જ વિચારધારામાં વિચારે છે કે, મારો સ્તુતિનો આ ઉપક્રમ તે બાળક જેવો છે, કે જે પાણીમાં ચન્દ્રનું બિંબ જોઈને તેને પકડવાની ઇચ્છા વ્યક્ત કરે છે. બાળ-સુલભ આ ઈચ્છા ઉપર કોઈ હસતું નથી. એવી જ રીતે મારી આ ઇચ્છાને પણ તે સ્વરૂપે જ માનવી જોઈએ.
વર્તમાન યુગના માનવીની પ્રવૃત્તિ જ કંઈક એવી છે કે તે બિંબને નહીં પરંતુ પ્રતિબિંબને પકડવા ઇચ્છે છે. ભગવાન મહાવીરે તે જ કારણે મૂળસ્પર્શી વૃત્તિ ઉપર ભાર મૂક્યો. પાંદડાં સુધી પહોંચવાની વૃત્તિ પાંદડાં સુધી જ સીમિત રહી જાય છે. તે મૂળ સુધી પહોંચી શકતી નથી, બિંબ સુધી પહોંચી શકતી નથી, પ્રતિબિંબ ઉપર જ અટકી જાય છે. બાળક પ્રતિબિંબ ઉપર અટકી જાય છે, કારણ કે તે ભોળું છે, સરળ છે. આમાં જે સૌથી મોટું મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે, તે એ છે કે બાળક સમર્પણ કરવાનું જાણે છે. બુદ્ધિશાળી માનવીમાં સમર્પણભાવના ઓછી હોય છે. માનતુંગે પોતાને બાળસ્વરૂપે પ્રસ્તુત કરીને પ્રભુના પગમાં સંપૂર્ણ સમર્પણ કર્યું. તેમણે કહ્યું કે, મેં જાણ્યું નથી, વિચાર્યું નથી, સ્વયંની બુદ્ધિને સમજી નથી અને, ભગવાન આદિનાથ ! આપની ભક્તિ કરવાનો સંકલ્પ કરી લીધો. હું આપની સમક્ષ પૂર્ણ રૂપે સમર્પિત છું. હવે આપ જ પાર ઉતારો.”
અનેક પ્રકારનાં બળનો ઉલ્લેખ કર્યો, પરંતુ તે દરેકમાં સૌથી મોટું બળ તે સમર્પણનું બળ છે. જેણે સમર્પણ કરી દીધું તેણે દિવ્યશક્તિ સાથે જ રહસ્ય હતું, તેને ખોલી નાખ્યું. તેની સાથે તાદાભ્ય પ્રસ્થાપિત કરી દીધું. વૈદિક સાહિત્યમાં ભક્તિના અનેક પ્રકારો બતાવ્યા છે – સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય, સાષ્ટિ વગેરે. સામીપ્યનો અર્થ છે કે આપણા ભગવાનની સાથે, ઈષ્ટ અને આરાધ્યની સાથે વિશેષ નજીક જવું. સાયુજ્યનો અર્થ છે કે ઈષ્ટની સાથે અભેદ (ભેદરહિત) સંબંધો સ્થાપવા, બે અલગ ના રહેવું. મહર્ષિ પતંજલિએ તેને સમાપત્તિ કહ્યું છે. જ્યારે દૂધ અને ખાંડ વચ્ચે તાદાભ્ય સધાઈ જાય છે, ત્યારે દૂધ અને ખાંડ વચ્ચે અલગતા નથી રહેતી. જ્યારે એકતા સ્થપાઈ જાય છે ત્યારે શક્તિનો સ્રોત વહી નીકળે છે. જ્યાં સુધી ભેદરેખા રહે છે, ભેદ-પ્રણિધાન રહે જામી . શtles', 'A
ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૨૩
= *
+ મ
આજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org