________________
શ્રેણીના હોય છે, જે કામ તો કોઈપણ રીતે કરી લે છે, પરંતુ તેનું રક્ષણ નથી કરી શકતા. તે બેદરકારીની ભૂમિકા છે. આ ત્રણ ભૂમિકાઓમાંથી આપણું જીવન પસાર થાય છે. આચાર્ય માનતુંગમાં કોઈ પ્રકારની નિરાશા નથી, આળસ અને બેદરકારી નથી. જો કે તેઓ પોતાની અશક્યતા અનુભવે છે, પરંતુ તેમના મનમાં કોઈ નિરાશા નથી. તેઓ પોતાની અશક્યતાને દર્શાવવા ઇચ્છે છે એટલા માટે માનતુંગ કહે છે –
વક્ત ગુણાનું ગુણસમુદ્ર ! શશાંકકાન્તાન, કસ્તે ક્ષમઃ સુરગુરુપ્રતિમોપિ બુદ્ધચા !
કલ્પાન્તકાલપવનોદ્ધતનકચરું,
કો વા તરીમલમબુનિધિ ભુજાભ્યામ // હું આપની સ્તુતિ નથી કરી શકતો, પરંતુ બીજું કોણ છે જે આવું કરી શકે ? જે માણસ બૃહસ્પતિ સમાન બુદ્ધિવાળો છે, તે પણ જો કહી દે કે હું ભગવાનની સ્તુતિ કરવા માટે સક્ષમ છું તો હું હાર માનીને બેસી જઈશ. પરંતુ શું આવું કહેવા માટે કોઈ સક્ષમ છે? શું કોઈ પોતાના બે હાથ વડે સમુદ્રને તરીને સામે કિનારે જઈ શકે ? તે પણ એવો સમુદ્ર કે જેમાં પ્રલયકાળ જેવાં ભયાનક તોફાનો અને લહેરો ઊઠતાં હોય, જેમાં મગર વગેરે જળચર હોય. તેને તરવાનું અસંભવ છે. આવી સ્થિતિમાં મારા જેવા તુચ્છ પ્રાણી માટે તો ચિંતાનો વિષય જ શો ? જ્યારે મોટામાં મોટી વ્યક્તિ પણ આપની સ્તુતિ કરવા માટે સક્ષમ નથી, તો પછી મારી અક્ષમતાનો પ્રશ્ન જ શાને ? હું તો નગણ્ય છું. ન માનતુંગના મનમાં એક અત્તóદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે વ્યક્તિની સામે કોઈ મોટો પ્રશ્ન આવે છે, ત્યારે તેના મનમાં એક અન્તર્ધદ્ધ શરૂ થઈ જાય છે. આવા સમયે મનની સ્થિતિ બહુ વિચિત્ર થઈ જાય છે. આવી ક્ષણોમાં જ પ્રભુની જોડે, પોતાના પરમાત્માની જોડે, પોતાના આત્માની જોડે સીધો સંબંધ સ્થપાઈ જાય છે. લોકોએ મારી પાસે આવીને અનેક વખત પૂછ્યું કે “શ્રમણ મહાવીર'માં આપે કેવી રીતે લખી નાખ્યું કે મહાવીરની જોડે મેં સંબંધ સ્થાપિત કર્યો છે ? શું પરમાત્માની જોડે સંબંધ સ્થાપિત થઈ શકે ? મેં કહ્યું કે, હા, થઈ શકે છે – જો વ્યવસ્થિત રીતે સ્થાપિત કરવામાં આવે, વિધિવત સ્થાપિત કરવામાં આવે તો.
“બતાયો’ એક સૂફી ફકીર હતો. તે બજારમાં ગયો. તેને ભૂખ લાગી હતી. તેણે મીઠા તરબુચનો ઢગલો જોયો. ખાવાની ઈચ્છા થઈ, પરંતુ તેની પાસે ફૂટી કોડી પણ ન હતી. તરબૂચવાળાની પાસે ગયો અને બોલ્યો કે તરબૂચ આપશો? દુકાનદારે જવાબ આપ્યો કે, “જરૂર આપીશ, પણ પૈસા મળ્યા પછી.” ફકીરે કહ્યું કે મારી પાસે પૈસા નથી. શું તમે અલ્લાહના નામ ઉપર મને એક
કા કા કા કા કા કા કા ઉલટા ક ભકતામર : અંતસ્તલનો સ્પર્શ ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org