________________
છે ત્યાં સુધી શક્તિ ઉપર પ્રશ્નાર્થચિહ્ન રહે છે. જ્યારે અભેદ-પ્રણિધાન થઈ જાય છે ત્યારે શક્તિ આપમેળે જ ઉત્પન્ન થાય છે. આ અભેદ-પ્રણિધાન દ્વારા સાધકોએ અનેક આશ્ચર્યજનક કાર્યો સંપન્ન કર્યા છે.
મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત નામદેવે અને જ્ઞાનદેવ કોલાયત તરફ ગયા. જંગલમાંથી પસાર થતી વખતે તેઓ તરસથી વ્યથિત થઈ ગયા. જ્ઞાનદેવ બહુ મોટા તત્ત્વજ્ઞાની હતા. તેઓ કુવા પાસે ગયા. પાણી કાઢ્યું અને પોતાની તરસ છીપાવી લીધી. જ્યારે નામદેવ પ્રકૃતિથી ભક્ત હતા, તેઓ તત્ત્વજ્ઞાની ન હતા. તેમણે ત્યાં જ બેઠાં-બેઠાં અભંગ ધારણ કર્યો. કુવાનું પાણી આપોઆપ ઉપર આવી ગયું. તેમણે પોતે તો પોતાની તરસ છીપાવી અને સાથે ચાલી રહેલા બીજા લોકોએ પણ પોતાની તરસ છીપાવી. આજુબાજુનાં પશુ-પક્ષીઓએ પણ પાણી દ્વારા તૃપ્તિ મેળવી.
શક્તિ આપોઆપ ઉત્પન્ન થઈને વ્યક્તિ સાથે જોડાઈ જાય છે, પરંતુ તે ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે કોઈક માનતુંગની જેમ જ પોતાને બાળસ્વરૂપે વ્યક્ત કરે છે. હું નાનો છું એમ માનવું કોઈને પસંદ નથી. હું મોટો છું એમ માનવું સૌ કોઈને પસંદ છે. જો કોઈને એમ કહીએ કે તમે બહુ મોટા છો તો તે વ્યક્તિને એટલો બધો આનંદ થશે કે, જેટલો આનંદ અઢળક ઘી પીવા છતાં ન થાય. મોટા બનવું કોઈ ખરાબ વાત નથી, પરંતુ જેણે બાળક બનવાનું રહસ્ય સમક્યું તેના માટે પછી અન્ય કંઈપણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન મહત્ત્વરૂપ રહેતો નથી. બાળકનો અર્થ છે – સરળતા. બાળકનો અર્થ છે –સમર્પણ. ઈસાઈ ધર્મમાં સરળતાને કેટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે ! પ્રભુ ઈસા મસીહને પૂછવામાં આવ્યું - સ્વર્ગમાં જવાનો અધિકારી કોણ છે ? તેમણે એક બાળકને પોતાના હાથમાં ઊંચકીને કહ્યું કે આ બાળક, અર્થાત સરળતા.
સરળતાનો અર્થ મહાવીરે પણ સમજાવ્યો છે. તેમણે કહ્યું – ધર્મ એ જ આત્મામાં સ્થિર થાય છે જે આત્મામાં સરળતા છે. કપટી આત્મામાં ક્યારેય ધર્મ સ્થિર નથી થતો. બાળક થવું એ બહુ મોટી વાત છે. અવસ્થાની દૃષ્ટિએ તો દરેક માણસ બાળઅવસ્થા પસાર કરે છે, પરંતુ પચાસ વર્ષની ઉંમર થયા પછી પણ કોઈ બાળરૂપમાં રહી શકે તો તેનાથી મોટું સૌભાગ્ય બીજું કાંઈ નહિ હોય. માનતુંગે પોતાને બાળસ્વરૂપે પ્રસ્તુત કરીને કહ્યું કે, “પ્રભુ ! હું બાળક છું, આપ મારી અશક્યતાને માફ કરો. ચંદ્રને હાથ દ્વારા પકડવાના મારા પ્રયાસને આપ હસી ન કાઢો, તેને બાળ-સુલભ ચંચળતા સમજશો.”
બાળપળ એ કોઈ નિરાશા નથી. આ કામ ના થઈ શકે તેનું નામ નિરાશા છે. કરી શકું છું પરંતુ નથી કરતો, તે આળસ (કામ ન કરવા)ની સ્થિતિ છે. પહેલી નિરાશાની અને બીજી આળસની ભૂમિકા છે. કેટલાક લોકો ત્રીજી
૨૪ ભક્તામર : અંતર
કા
કકાર, ,
મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org