________________
જો માનતુંગ એમ વિચારી લેત કે મોટા મોટા આચાર્યોએ, દેવતાઓના ઈન્દ્ર સ્તુતિ કરી છે. હું પણ જ્યાં સુધી એમના જેટલો સમર્થ નહિ બનું ત્યાં સુધી સ્તુતિ નહિ કરું, તો શું તે ભક્તામર સ્તોત્ર રચી શક્યા હોત ? માનતુંગે એમ ન વિચાર્યું. એમણે તો એમ વિચાર્યું કે હું પણ એ પ્રથમ જિનેન્દ્રની સ્તુતિ કરવા ઇચ્છું છું. જેમણે યુગને બધું જ શીખવાડ્યું, યુગબોધ આપ્યો. આ સ્તુતિના બહાને હું મારી જાતને વ્યક્ત કરું છું – “ભંતે ! આપે યુગના આરંભે સમગ્ર સમાજને સર્વ કાંઈ શીખવ્યું. આપનો ભક્ત આપની સમક્ષ ઊભો છે, સ્તુતિનું બહાનું લઈને. મને વિશ્વાસ છે કે આપ મને પણ સર્વ કાંઈ શીખવશો અને હું ઉત્તમ સ્તુતિ કરવામાં સમર્થ બની જઈશ.” આ સંકલ્પ એક શક્તિશાળી સ્તોત્રના નિર્માણનો આધાર બની રહ્યો.
કરી છે જાણી
કોર TES
.
. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ : ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org