________________
આવ્યું છે કે - “આત્મવિદ્યાવિશારદા”ઋષભના પુત્રો આત્મવિદ્યામાં વિશારદ હતા. આ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી કે અતિશયોક્તિ નથી. પ્રત્યેક ઇતિહાસવિદ્ તેનો સ્વીકાર કરશે કે આત્મવિદ્યાનું પ્રથમ દર્શન આદિનાથે આપ્યું. યુગનો આરંભ, ધર્મનો આરંભ, આત્મસાધનાનો આરંભ, સમાજનો આરંભ, કેવળજ્ઞાનનો આરંભ આ દરેક બાબતમાં ઋષભ આદ્ય બન્યા. આચાર્ય માનતુંગે એટલું ગંભીર પદ લખી દીધું કે તે પાદયુગને પ્રણામ. જે યુગના આરંભે આલમ્બન બન્યું, સૌનો આધાર બન્યું.
આ ભવનું ચક્ર છે, સમસ્યાઓનું ચક્ર છે. સમસ્યાના સાગરમાં ડૂબી રહેલા લોકોને એક આધાર આપ્યો. આલમ્બન આપ્યું અને આલમ્બન આપીને તે સૌને ઉગાર્યા.
માનતુંગે એવાં પવિત્ર ચરણોને નમસ્કાર કર્યો, કે જેમની ત્રણ વિશેષતાઓ છે –
- તે ઉદ્યોત કરનાર છે. ' - તે આલમ્બન આપનાર છે.
- તે પાપનો નાશ કરનાર છે. ન માનતુંગે બીજા શ્લોકમાં સંકલ્પ આપ્યો – હું ભગવાન ઋષભની સ્તુતિ કરવા ઇચ્છું છું. તેમણે ઋષભની ચરણવંદના કરીને એ સ્તુતિનો સંકલ્પ કર્યો અને સ્તુતિમાં તન્મય થઈ ગયા. બેડીઓ એમ જ તૂટતી નથી. તાદાભ્ય વગર, તન્મયતા અને સમરસી ભાવ જાગ્યા વગર બેડીઓ તૂટતી નથી. જ્યારે એકાગ્રતા આવે છે અને સંકલ્પ આકાર ધારણ કરે છે, ત્યારે બેડીઓ તૂટે છે.
બાદશાહ અકબરની સભામાં તાનસેન જ્યારે જ્યારે સંગીતની ધૂન છેડતા ત્યારે ત્યારે બાદશાહનું શીશ ડોલવા લાગતું. જ્યારે બાદશાહનું શીશ ડોલતું ત્યારે ઉપસ્થિત અન્ય ઘણા લોકો પોતાનું શીશ ડોલાવવા માંડતાં. બાદશાહ સંગીતનો મર્મજ્ઞ હતો તેથી શીશ ડોલાવતો હતો. ઘણા લોકો તે જોઈને શીશ ડોલાવતા હતા કે બાદશાહ શીશ ડોલાવી રહ્યો છે તેથી આપણે પણ શીશ ડોલાવવું જોઈએ નહિતર બાદશાહ શું સમજશે? એક દિવસ બાદશાહના મનમાં એક પ્રશ્ન જાગ્યો કે શું મારી સભામાં સૌ કોઈ સંગીતના મર્મજ્ઞ છે? એ પ્રશ્નનું સમાધાન મેળવવા માટે બાદશાહે બીજા દિવસે ફરમાન ક્યું કે તાનસેન ગાશે તે વખતે જો કોઈ વ્યક્તિ શીશ ડોલાવશે તો તેનું શીશ કાપી નાખવામાં આવશે. હવે કોણ શીશ ડોલાવે? જેટલા લોકો નકલી શીશ ડોલાવનારા હતા તે સૌ બંધ લાઈ ગયા. તાનસેને રાગ છેડ્યો, પોતાની ધૂન છેડી અને એવું સુંદર ગાન કર્યું કે યાદશાહનું શીશ ડોલવા લાગ્યું. જે લોકો સંગીતના મર્મજ્ઞ હતા તેમનાં શીશ પણ મલવા લાગ્યાં. તેમને ધ્યાન જ ન રહ્યું કે પોતાનો શિરચ્છેદ થઈ જશે. જ્યારે રાજા વિકતા જીજાબાર કડાકા ભક્તામર અંતસ્તલનો સ્પર્શ ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org