________________
બીજું કારણ છે – સમાજમાં પણ આજે પરંપરા ચાલે છે. વહુ સાસુને પ્રણામ કરે છે, ચરણસ્પર્શ કરે છે. પુત્ર પિતાને નમસ્કાર કરે છે, ચરણસ્પર્શ કરે છે. વર્તમાન યુગમાં આવું કરવું આવશ્યક નથી લાગતું તેથી આ બધું કરવામાં ક્યારેક સંકોચનો અનુભવ પણ થાય છે. આ ચિંતનની સકીર્ણતા છે. હકીકતમાં વિનમ્રતાનું લક્ષણ છે –પગમાં પ્રણામ કરવા તે. જો માથાની જોડે જઈને માથું નમાવશો તો માથે અથડાશે, અહંકારનો ઉદ્ભવ થશે. કોઈના પગમાં માથું નમાવશો તો વિનમ્રતાનો સ્પષ્ટ નિર્દેશ થશે.
સાંખ્યદર્શનમાં પાંચ ઇન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો માનવામાં આવે છે. સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર - આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે તથા ગુદા, ઉપસ્થ, વાણી, હાથ અને પગ – આ પાંચ કર્મેન્દ્રિયો છે. ગતિનું પ્રતીક અને માધ્યમ છે પગ. વ્યક્તિ પોતાના પૂર્વજો અને મહાપુરુષોનું અનુસરણ કરે છે. એમનાં પાદચિહ્નોનું અનુસરણ કરે છે. એ પાદચિહ્નો અમર બની જાય છે. પાદચિહ્નોના અનુસરણનું માધ્યમ બને છે – ગતિ. ગતિ પગ દ્વારા થાય છે. આ પગનું મહત્ત્વ છે. આપણા શરીરમાં પ્રાણ-વિદ્યુત છે. ઘરમાં વીજળી વીજળીઘરથી આવે છે. એની સાથે જોડાણ થયેલું હોય છે. વ્યક્તિ બટન દબાવે છે, સ્વિચ ઑન કરે છે, ગોળો ચાલુ થાય છે, ઘરમાં પ્રકાશ પથરાઈ જાય છે. આપણા શરીરમાં પણ પ્રાણ-વિદ્યુત છે, વીજળી છે. જે અંગને વીજળી અડે છે, તે અંગે જાગૃત થઈ જાય છે. વીજળી બંધ હોય તો, શરીર ખોડંગાઈ જાય છે. હાથ-પગ વગેરે બધું નકામું થઈ જાય છે. શરીરમાંથી વીજળીને બહાર નીકળવાનો મુખ્ય સ્ત્રોત છે – હાથ અને પગની આંગળીઓ. આંખ અને ભાષા પણ પ્રાણ-વિદ્યુતના નિર્ગમનના સ્ત્રોત છે. પગના અંગૂઠામાંથી વીજળી નીકળે છે, આંગળીઓમાંથી વીજળી નીકળે છે. આચાર્ય માનતુંગે આ સત્યને જાણ્યું અને એ સત્ય ભક્તામરના પ્રથમ શ્લોકમાં અભિવ્યક્ત થઈ ગયું.
- ભગવાન ઋષભના બંને પગ કેવા છે ? આ પ્રશ્ન રજૂ કરતાં માનતુંગ કહે છે કે દેવતાઓનો ઈન્દ્ર ભગવાનનો ભક્ત છે. તે જ્યારે આદિનાથનાં ચરણોમાં પ્રણત થાય છે, ત્યારે તેના મુગટમાં જડાયેલાં મણિઓનાં કિરણો ભગવાન ઋષભનાં ચરણોમાં પથરાય છે. ભગવાન ઋષભના અંગૂઠા ઉપર ઈન્દ્રનો મણિ-જડિત મુગટ સ્પર્શે ત્યારે અંગૂઠામાંથી નીકળતાં કિરણો એટલાં બધાં તેજસ્વી હોય છે કે તે પેલા મણિનાં કિરણોને પણ ઝાંખા પાડી દે છે, તેને વિશેષ પ્રકાશથી છલકાવી દે છે. મણિની પ્રભા પ્રકાશ આપે છે, પરંતુ પૂર્ણ પ્રકાશ આપી શકતી નથી. તેની અંદર અંધકાર છુપાયેલો છે. પરંતુ ભગવાન ઋષભના અંગૂઠામાંથી નીકળતાં કિરણો તે મણિને પણ પ્રકાશિત કરી મૂકે છે, કે જે સ્વયંપ્રકાશી છે ! અંધકારમાં પ્રકાશ પાથરવો તે એક વાત છે. પરંતુ ૧૬ ભક્તામર અંતરતલનો પણ છે અને કાકી ની શાયરી કાકી કાકી કાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org