________________
૧૨ : રામભા રાસમાળા
- ભવનનું વર્ણન છે જેમાં “ચારે દિશામાં કદંબ વૃક્ષે પર રક્ષામંત્રે બાંધેલાં છે” જેવી લાક્ષણિક વીગત ગૂંથાય છે. ગામવર્ણન સાદું છે, વિઘુભાનું રૂપવર્ણન સ્વ૬૫ અને રૂઢ છે પણ આરામશોભાને મળેલા ઉદ્યાનનું છટાયુક્ત વર્ણન છે અને સૈન્ય પડાવનું પણ તાજગીભયું વર્ણન છે – ઘોડાઓને દુર્વાવનામાં છેડી દેવામાં આવ્યા છે, સૈનિકે પાંદડાઓની પથારી કરીને સૂએ છે, રાજા આમ્રવૃક્ષ નીચે વારવનિતાઓથી વીંટળાઈને બેસે છે, વગેરે. આરામશોભા પિતાને પુત્રને રમાડે છે તેનું વીગતભયુ આસ્વાદ્ય વર્ણન તો આખી પરંપરામાં આ કવિ જ કરે છે – “વાછડીની પાછળ જતી ગાયની જેમ એની છાતીમાં ધાવણ ઊભરાઈ રહ્યું છે, રત્નાસને બેસીને બાળકને એ હાથથી ગ્રહે છે, છાતી પર રાખી રમાડે છે, દે દો દ એમ બોલે છે, પિતાનું ધાવણ ધવડાવે છે, બાળકને નચાવે છે, બુદ્ધિમાન સ્ત્રી વિવિધ અભિનવ નામોથી એને બોલાવે છે.”
અલંકારાદિ તરફ પણ કવિનું બહુ ઝાઝું લક્ષ નથી. પણ કવિની પિતાની અલંકાર યોજના નજરે પડે છે. જેમકે, જવલનશિખાને અનિશર્મારૂપી હવિભુજ (અનિ)ની સ્વાહા તરીકે ઓળખાવે છે (આ દીય ક૯૫ની છે !). જિતશત્ર વિદ્યુભાના મુખચંદ્રની સ્નામાં પોતાના નેત્રરવને પ્રસન્ન કરે છે એમ કહી કવિ સાંગ રૂપક યોજે છે. પરદેશી પથિક નંદના વસ્ત્રને હજાર આંખ છે એમ કહી એના ચીંથરેહાલ વેશનું સૂચન કરે છે.
પાત્રોના મનેભાનું વિશેષ ચિત્રણ કરવાની કવિએ કશિશ કરી નથી, ઊલટે એમનાથી સંક્ષેપ થયો હશે. પરંતુ એકબે સ્થાને સામાજિક સંદર્ભને પ્રગટ કરતા વિચાર વિસ્તારથી અભિવ્યક્ત થયા છે તે સેંધવા જેવી છે. જેમકે કૃત્રિમ વિલાપ કરતી એપરમા પોતાની પુત્રીને સારું થાય એ માટે કુલદેવતા તથા ગ્રામદેવતાની પૂજાના, મહાયાત્રાના, લેકીને જાતજાતની નવી વાનગીઓ જમાડવાના સંકે કરે છે! અનેક પુત્રીઓ હવાનું દુઃખ કુલેધર ભારે તીવ્રતાથી વ્યક્ત કરે છેઃ “અહો ! પુત્રીઓએ કેવળે અમારું ઘર જોયું છે? કેમકે શપથ લઈને અમે મના કરી છે છતાં જાણકાર હોય એમ આવ્યા કરે છે... પુત્રી મૂર્તિમાન ઋણ છે. એક પુત્રીએ પુત્રને હમણાં જન્મ આપ્યો છે. એને તરત જ આભૂષણ મોકલવા જોઈશે. લગ્ન વખતે મોસાળું, ને નિશાળે બેસોડતી વખતે મહોત્સવ કરે પડશે. જે નેહવૃદ્ધિના હેતુથી એક જ ગામમાં પુત્રી આપે છે તે પિતાના ઘરને બાળીને જાતે બહાર નીકળવાનું કરે છે.
જ્યારે જ્યારે જુઓ ત્યારે તમારે જમાઈ માટે ભોજનોત્સવ કરવાનો. યમ તો એક વાર આપણને હણે છે, પણ જમાઈ ધનહાનિ કરીને આપણને સેંકડો વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org