________________
૨૯૪ : આરામશોભા રાસમાળા
૬. જિનહર્ષવિરચિત આરામભારાસ
૪. ચરમ સાયર: અંતિમ સમુદ્ર. જૈન પરંપરા મુજબ આ પ્રમાણે એક પછી એક સાત સમુદ્ર છેઃ લવણસમુદ્ર, કાલેદધિ, પુષ્પરાવર્ત, વારણે દધિ, ક્ષીરદધિ, ધતિદધિ, સ્વયંભૂરમણસમુદ્ર. અંતિમ સ્વયંભૂરમણસમુદ્રને કઈ અંત હોતો નથી. નાવઇ પાર અપાર : અથપુનરુક્તિ.
૯. જિનપૂજા પાપ પખાલઉ (ટું છપાયું છે, “પાય' નહીં “પાપ” જોઈએ.) જિનપૂજથી પાપ ધુઓ.
૧૮. શેરી... છોડરાઉઃ ઉક્તિનો અર્થ સ્પષ્ટ થતો નથી. શુભવર્ધનની પ્રાકૃત કૃતિમાં આ સંદર્ભમાં અતિભારથી ચલાવેલો મોટો બળદ પણ થાકી જાય છે એવી ઉક્તિ આવે છે. અહીં એ અર્થ જ અભિપ્રેત હશે પણ “બલ છોડરાઉ બેસતું નથી. રાજસ્થાનમાં બલ બાંધણી=જોર કરવું થાય છે. તે બલ છોડરાઉ = કમજોર બને એમ હશે?
૨૦. ઘરબાર તણી અધિકારીઃ ઘરભાર સોંપવામાં આવ્યો છે એટલે જ અર્થ કરે જોઈએ.
૨૨. મન ચિ તાતૂરી: અન્વય સ્પષ્ટ નથી, પણ વિવુ...ભાનું મન ચિંતાતૂર થયું એમ હશે? “ચિંતાતુર” શબ્દ સામાન્ય આતુરતા, ઉત્સુકતાના અર્થમાં હોય તો મનની ઉત્સુકતા જન્માવતી પહેલી ઢાળ પૂરી થઈ એમ પણ અર્થ કરી શકાય.
૨૮. ગાડર...કપાસ : ઊનને માટે ઘેટી લાવ્યા, પણ બાંધી રાખેલી તે કપાસ ચરી ગઈ. સુખને માટે જે કર્યુ તે દુ ખરૂપ નીવડયું એ અથનીક હેવત.
૩૩. તે...ચ: ગમે તેટલે વિચાર કરીએ તોયે એ વિચારેલો) અવસર આવે નહીં.
૩૫-૩૬ઃ ૩પમી કડીના “તિણિ અવસર તિણિ વાર અન્વય ૩૬મી કડી સાથે કરવાનો છે, ભલે ત્યાં પણ આ અર્થને તતકાલ'(=ત્યારે) શબ્દ છે.
૪૩. તઈ જાતક દીઠઉ નહીઃ “કહી પાઠ હોવો જોઈએ એમ લાગે છે. કદાચ વાચનદોષ પણ હોય. તો અર્થ સ્પષ્ટ બેસે? હે કન્યા, કાળે નાગ જતો તે ક્યાંય જોયો?
૫૭. સીતલ છાયા દેખી જગીસઈ: શીતળ છાયા જેઈને વિશ્રામ કરવાની અભિલાષા કરે છે તે પછીની કડીમાં નિદેશાત જિતશત્ર રાજા.
૭૦. જિમ રેવા ગજરાજ : રેવા – નર્મદા મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. ત્યાંનાં વનમાં હાથીઓ છે, જે નર્મદામાં ક્રીડા કરે છે. તે રીતે આ ઉપમાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org