________________
ટિ૫ણ : ર૯૫
ઔચિત્ય છે.
૧૧૫. કુટિલ પ્રણામઃ કપટભરી રીતે નમવું તે, નરમ થવું તે. યાદ કરે - દગાર દુના નમે.
૧૧૬. પરિશાંત થયઉ જાણ રવિ તાણ્યઉ દેહઃ “જાણીને વાકયમાં કેમ ગોઠવવું તે પ્રશ્ન છે પણ, સૂયથી દેહ તપતાં પોતાની જાતને થાકેલો સમજે છે – એમ અન્વય હોઈ શકે.
૧૨૪. ઘટ...કુશલકલ્યાણું: રાજા આગળ ઘડો ધર્યો તે અગ્નિશર્માએ; કુશળકલ્યાણ પૂછયા તે રાજાએ.
૧૫૬. હરખ્યઉ મનઃ રાજાએ આરામશોભાને મોકલાવી તે જાણીને અપરમાનું મન રાજી થયું એમ અભિપ્રેત જણાય છે, કેમકે પછીની કડીમાં તરત એણે કૂવો ખોદાવ્યાની વાત આવે છે.
૧૬૭. ચાલી..વાતઃ “દીઠઉ આગલિ ફૂપ એ વાક્ય વચ્ચે ધુવાથી ખંડિત થયું છે.
૧૭૫. પૂર સયલ વિસેસ : સકળ અને વિશિષ્ટ ભાવથી? ૧૮૨. રૂ૫ હુતી : પાઠ રૂપઈ હુતી જોઈએ. કદાચ વાચનદોષ પણ હોય.
૧૮૬. સુલ થયા એ તાહરા : મારા મારથ તારે માટે શળ સમાન, પીડાકારક થયા, કેમકે મેં તને બોલાવવાનું ઈછયું તેનું આ પરિણામ આવ્યું.
૧૯૧. આરામભાની ખાંતમાં: આરામશોભા માટેની હોંશ – ઉત્સુકતાથી.
૧૮૫. ધાર: ધારે છે– વિચારે છે અને પછી કહે છે)? બહુ સાઈઃ એને અન્વય પછીની કડી સાથે કરવાનો છેઃ બહુ સાજ સાથે, વન આવી પહોંચશે.
૨૧૨-૧૫. અહીંના પ્રસંગનિરૂપણની અસ્પષ્ટતા માટે જુઓ આ પૂર્વે ભૂમિકા પૃ.૩૮-૩૯.
ર૩૩. રાણી સંજ્ઞા ચેત લહાયઃ રણનું ચિત્ત સભાનતા પ્રાપ્ત કરે છે.
૨૩૫. વિજકન્યા: અપરમાની પુત્રી, કૃત્રિમ આરામભા. ૨૩૮. માય દીયઉ એ માન: રાણી બનવાનું માન ?
૨૪૪. નિજ પરજાની પ્રતિપાલઃ આ શબ્દોને પછીની કડીના “નૃપ શબ્દ સાથે જોડવાના રહે.
૨૪૮. ચઉનાણીઃ ચતુર્નાની. જ્ઞાનના ચાર પ્રકાર આ પ્રમાણે છે: ૧. મતિજ્ઞાન એટલે પાંચ ઈનિદ્રય અને છઠું મન એ દ્વારા થતું જ્ઞાન. ૨. શ્રુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org